Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જેશોરેશ્વરી મંદિરમાં પીએમ મોદીએ કરી પૂજા - અર્ચના

નવી દિલ્હી તા. ૨૭ : આજે પીએમ મોદી બાંગ્લાદેશના બીજા અને અંતિમ દિવસે બંને દેશ વચ્ચે લગભગ ૫ કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. ત્યારે આજે પીએમએ જેશોરેશ્વરી મંદિરમાં પૂજા કરી હતી.

PM મોદી શુક્રવારે બાંગ્લાદેશના ૨ દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. આજે પીએમ મોદીના બાંગ્લાદેશપ્રવાસનો બીજો અને અંતિમ દિવસ છે. પહેલો દિવસ રાજકીય રીતે ખાસ રહ્યો અને સાથે આજે રાજનીતિક સંદેશથી ભરપૂર રહી શકે છે.જેશોરેશ્વરી મંદિરમાં પૂજા બાદ PM મોદીએ કહ્યું માં કાલી કોરોનાથી મુકિત અપાવે.

PM મોદીએ બીજા દિવસે સૌથી પહેલાં જેશોરેશ્વરી કાલી મંદિરમાં દર્શન કર્યા છે. આ મંદિરને ૫૧ શકિતપીઠમાંની એક માનવામાં આવે છે.એટલું જ નહીં PM મોદી આજે ઓરાકાંડીના મતુઆ સમુદાયના મંદિરમાં પણ જશે. ઓરાકાંડી એ જગ્યા છે જયાં મતુઆ સમુદાયના સંસ્થાપર હરિશચંદ્ર ઠાકુરનો જન્મ થયો હતો. મતુઆ સમુદાય બંગાળની ચૂંટણીમાં વોટને માટે મહત્વનું છે. શનિવારે એટલે કે આજેપીએમ મોદીગોપાલગંજમાં શેખ મુજીબ ઉર રહમાનની કબર પણ જશે. આમ કરનારા આ પહેલા ભારતીય નેતા હશે. મોદી બંગબંધુ-બાપુ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. બંને દેશા નેતા ભારત- બાંગ્લાદેશની વચ્ચે ચાલનારી પેસેન્જર ટ્રેનનું ઉદ્ઘાટન કરશે.

પીએમ મોદીબાંગ્લાદેશના પીએમ શેખ હસીના સાથે વાત કરશે. આ સાથે બંને દેશની વચ્ચે અનેકકરારપરહસ્તાક્ષરકરાશે, બાંગ્લાદેશના વિદેશમંત્રી અબ્દુલ મોમિને પીએમ મોદીના પ્રવાસ પહેલા કહ્યું કે બંને દેશો વચ્ચે અંદાજે ૫કરારપરહસ્તાક્ષરકરવાની આશા છે. આ સિવાય અનેક પ્રોજેકટ્સનું વર્ચ્યુઅલ ઉદઘાટન પણ કરાશે. આ પછી શનિવારે સાંજે દિલ્હી પર ફરતા પહેલાંપીએમ મોદીબાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હામીદની પણ મુલાકાત કરશે.

(3:40 pm IST)