Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

બંગાળ ચૂંટણી : ૧૦૦ બેઠકો ઉપર હાર-જીતની ચાવી અલ્પસંખ્યક મતદારોના હાથમાં

ગત ચૂંટણીમાં ટીએમસીને આ બેઠકોમાંથી ૯૦ બેઠક મળેલ

કોલકતા,તા. ૨૭: પ.બંગાળમાં લગભગ ૩૦ ટકા અલ્પસંખ્યકો વસે છે. જેમાં ૧૦૦ થી ૧૨૫ બેઠકો ઉપર સીધો પ્રભાવ છે. જેમાંથી ૯૦ બેઠકો ઉપર ગત ચૂંટણીમાં સત્તાગઢ તૃણમૂલે જીત મેળવેલ, પણ આ વખતે કાંટે કી ટક્કર છે.

જ્યાં બધી પાર્ટીઓ અલ્પસંખ્ક વોટરોને પોતાની સાથે લેવાની કોશીશ કરી રહી છે. ભાજપ અને તૃણમુલની સાથે મુકાબલા માટે વામમોર્યા અને કોંગ્રેસ ફુરફુરા શરીફના પીરઝાદા સિદ્દીકીની પાર્ટી આઇએસએફ સાથે જોડાણ કર્યું છે. ત્યારબાદ ઘણી બેઠકોના સમીકરણ બદલવા લાગ્યા છે.

એઆઇએમઆઇએમના પ્રમુખ ઔવેસી પણ અલ્પસંખ્યકોને પોતાની તરફ આર્કષવા પ્રયાસ કરી રહ્યા છે. ભાજપે ૩ મહિલા અલ્પસંખ્યકોને પણ ટીકીટ આપી છે. જો કે અલ્પસંખ્યકોની ચુપ્પી રાજકીય પક્ષોને પરેશાન કરી રહી છે. મત વિભાજનની શકયતા આઇએસએફના મેદાનમાં આવ્યા બાદ વધી છે. જેથી તૃણમુલને સૌથી વધુ નુકસાન થશે.

બંગાળમાં ઉત્તર અને દક્ષીણ ૨૪ પરગાણા, મુર્શીદાબાદ, માલદહ, દિનાજપુર, નદીયા અને બીરભૂમ જીલ્લામાં અલ્પસંખક્ષ્યક મતદારો સૌથી વધુ છે એટલે કે ૪૬ બેઠકો ઉપર ૫૦ ટકાથી વધુ, ૧૬ બેઠકો ઉપર ૪૦ ટકાથી વધુ, ૩૩ બેઠકોમાં ૩૦ ટકાથી વધુ, ૫૦ બેઠકો ઉપર ૨૫ ટકાથી વધુ અલ્પસંખ્યકોની વસ્તી છે.

(3:39 pm IST)