Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

બીડન ૨૦૨૪માં પણ કમલાને સાથે લઇ ચૂંટણી લડશે

વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ જો બીડને જણાવેલ કે તેઓ ૨૦૨૪ની ચૂંટણી લડશે તો કમલ હૈરીસ ફરી તેમની સાથે હશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલી પ્રેસ કોન્ફરન્સમાં બીડને ઉપરોકત વાત જણાવેલ. અફઘાનથી અમેરિકી સૈનિકોની વાપસીના સવાલ ઉપર બીડને કહેલ કે ૧ મે સુધી આ કામ થવું મુશ્કેલ છે.

બીડને વધુમાં જણાવેલ કે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીનને જવાબ દેહ ઠેરવવા માટે કવાડ સમિટે ચીનનું ધ્યાન ખેંચેલ. ૨૧મી સદીની સ્પર્ધા લોકતંત્ર અને નિરકુંશતા વચ્ચે છે. જ્યારે પ્રવાસ સંકટ માટે બીડને તેના પૂર્વવર્તી રાષ્ટ્રપતિ ટ્રમ્પને દોષી ઠેરવેલ.

(3:37 pm IST)