Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જર્મની માટે કોરોનાની ત્રીજી લહેર ઘાતક પુરવાર થઇ શકે

દરરોજના ૧ લાખ કેસ નોંધાવાની ભીતી વ્યકત કરતા વિશેષજ્ઞો : સરકાર ભારે ચિંતિત : હવાઇ પ્રવાસીઓ માટે કોરોના નેગેટીવ રીપોર્ટ જરૂરી

બર્લીન તા. ૨૭ : જર્મનીમાં ઉતરોતર વધી રહેલ કોરોના કેસ સરકારની ચિંતા વધારી રહ્યા છે. જો આ ગતિ જળવાયેલી રહેશે તો એપ્રિલમાં દરરોજના ૧ લાખ કેસ કોરોનાના નોંધાતા હશે. તેવી ભીતી વિશેષજ્ઞોએ વ્યકત કરી છે.

જર્મનીના સ્વાસ્થ્યમંત્રી જેંસ સફેનએ જણાવ્યુ કે દેશના આરોગ્ય સીસ્ટમ ક્ષમતાને પાર કરી શકે છે. પબ્લીક હેલ્થ બોડીના પ્રમુખે ત્યાં સુધી આશંકા વ્યકત કરી કે આવતા મહીનામાં દરરોજ એક લાખ કેસ કોરોનાના નોંધાઇ શકે છે. આ ત્રીજી લહેરનો પ્રભાવ છે જે ઘાતક નિવડી શકે છે. તેને રોકવી ખુબ મુશ્કેલ છે.

જર્મનીના અખબાર ડીડબલ્યુએ જણાવ્યા મુજબ રોબર્ટ કોચ ઇન્સ્ટીટયુટ ફોર ઇન્ફેકશીયસ ડીઝીઝીના પ્રમુખ લોથર વીલર અને સ્વાસ્થ્યમંત્રી જેંસ સફેનએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી એવુ જાહેર કર્યુ કે દેશમાં વધી રહેલા કેસથી એ સ્પષ્ટ થયુ છે કે જર્મની કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યુ છે. જે પહેલા ખરતા ખુબ ખતરનાક પુરવાર થઇ શકે છે.

આ દરમિયાન લોકોએ એક બીજાથી અંતર બનાવી રાખવા અને કાળજી લેવા તેમણે અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે જર્મનીમાં હજુ સુધી ૧૦% વસતી કોરોનાની વેકસીનનો પહેલો ડોઝ લઇ ચુકી છે. સફેનનું કહેવુ છે કે આવનારા દિવસોમાં હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી શકે છે. તેના કારણે દેશની સ્વાસ્થ્ય સેવાઓ પર બોઝ વધી શકે છે.

તેમણે જણાવેલ કે જે તેજીથી જર્મનીમાં કોરોના કેસ વધી રહ્યા છે તે જોતા ખુબ ખરાબ પરિસ્થિતી સર્જાઇ શકે છે. પરિસ્થિતી કંટ્રોલ કરવા હવાઇ યાત્રા કરનાર પાસે કોરોના નેગેટીવ રીપોર્ટ પછી જ યાત્રાની મંજુરીનો નિયમ લાગુ કરાશે.પ્રેસ કોન્સફરન્સમાં વીલરે એવી ચિંતા વ્યકત કરી હતી કે જો કોઇ ખાસ ઉપાય નહીં થાય તો આવનારા દિવસોમાં દરરોજ એક લાખ લોકો કોરોનાનો સામનો કરતા હશે.

(2:44 pm IST)