Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

તમામ સાક્ષીઓ હોસ્ટાઇલ જાહેર થયા : ભાજપના પૂર્વ કેન્દ્રીય મિનિસ્ટર સ્વામી ચિન્મયાનંદ બળાત્કારના આરોપમાંથી મુક્ત : મિનિસ્ટરના આશ્રમ સંચાલિત લો કોલેજની સ્ટુડન્ટે 2019 ની સાલમાં ફરિયાદ નોંધાવી હતી

શાહજહાંપુર : શાહજહાંપુર ખાતે સ્વામી ચિન્મયાનંદ આશ્રમ ચલાવતા ભાજપના પૂર્વ કેન્દ્રીય મિનિસ્ટર સ્વામી ચિન્મયાનંદને કોર્ટે  બળાત્કારના આરોપમાંથી મુક્ત જાહેર કર્યા છે.જેના કારણમાં જણાવાયા મુજબ તમામ સાક્ષીઓ હોસ્ટાઇલ જાહેર થયા છે.

આ મિનિસ્ટરના આશ્રમ  સંચાલિત લો કોલેજની સ્ટુડન્ટના પિતાએ  2019 ની સાલમાં ફરિયાદ નોંધાવી હતી .જેમાં બળાત્કાર કરવાના હેતુથી પોતાની પુત્રીને  હોસ્ટેલમાં પુરી રાખવામાં આવી હોવાનો આરોપ લગાવાયો હતો.

ચિન્મયાનંદ વિરુદ્ધ પીડિત વિદ્યાર્થીનીના  પિતાની રજૂઆતના આધારે 27 ઓગસ્ટ, 2019 ના રોજ શાહજહાંપુરના કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં  આવી હતી.

ફરિયાદમાં જણાવાયા મુજબ  23 ઓગસ્ટથી પોતાની પુત્રીનો મોબાઇલ ફોન બંધ હતો પરંતુ  તેના ફેસબુક એકાઉન્ટ દ્વારા જાણવા  મળ્યું કે  તેને હોસ્ટેલમાં પુરી દેવામાં આવી છે. તથા  ચિન્મયાનંદ અને  તેના સાગરીતો દ્વારા બળાત્કાર કરવાની અને શારીરિક તથા માનસિક ત્રાસ આપવાની ધમકી આપવામાં આવી રહી છે. આથી ફરિયાદીએ ચિન્મયાનંદને ફોન કરતા તેનો ફોન પણ સ્વીચ ઓફ આવ્યો હતો.

યુવતીના પિતાની ફરિયાદના આધારે 20 સપ્ટેમ્બર  2019 ના રોજ ચિન્મયાનંદની ધરપકડ કરવામાં આવી હતી.તથા જેલમાં મોકલી દેવાયા હતા.

તેમના ઉપરનો કેસ ચાલી જતા યુવતી સહીત તમામ સાક્ષીઓ હોસ્ટાઇલ જાહેર થતા નામદાર કોર્ટે ચિન્મયાનંદને આરોપ મુક્ત કર્યા હતા.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(1:44 pm IST)