Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ઇતિહાસમાં પ્રથમવાર આ વર્ષે કુંભમેળો ૧ મહિનો જ ચાલશે

દહેરાદુન : દેશભરમાં પુનઃ વકરેલા કોરોનાના સંક્રમણને પગલે ઇતિહાસમાં સૌ પ્રથમવાર હરિદ્વારમાં યોજાનારા કુંભમેળાનો સમયગાળો ૩-પ મહિનાથી ઘટાડીને એક મહિનાનો કરી દેવાયો છે. આ ઉપરાંત આ પવિત્ર મેળામાં આવનારા યાત્રાળુઓએ ૭ર કલાકથી જુનો ના હોય તેવો નેગેટીવ - આરટી-પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ ફરજિયાત દર્શાવવાનો રહેશે. આ મામલે જારી કરાયેલા જાહેરનામા અનુસાર ઉત્તરખંડના હરિદ્વાર ખાતે આગામી ૧-૩૦ એપ્રિલ સુધી કુંભમેળાનું આયોજન કરાશે. જયારે ત્રણ શાહીસ્નાન ૧ર, ૧૪ અને ર૭ એપ્રિલના રોજ યોજાશે. શાહીસ્નાન ઉપરાંત ૧૩ એપ્રિલે ચૈત્ર પ્રતિપદા તથા ર૧ એપ્રિલના રોજ રામનવમીના દિવસે મોટી સંખ્યામાં લોકો કુંભમેળામાં દર્શનાર્થે આવતા હોઇ સ્થાનિક સત્તાવાળાઓએ પણ વ્યવસ્થા વધુ સતર્ક બનાવી છે.

(1:01 pm IST)