Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

પુસ્તકો વાંચવાની આદત બનાવશે તમને સ્ટ્રેસ ફ્રીઃ ઉંઘ લાવવામાં પણ કરશે મદદ

નવી દિલ્હી, તા.૨૭: પુસ્તક વાંચવાનો મોટાભાગના લોકોને કંટાળો જ આવતો હોય છે પરંતુ પુસ્તક વાંચવાથી સ્ટ્રેસ ફ્રી રહેવાય છે તેનો ખ્યાલ કદાચ તમને નહી હોય.

પુસ્તક વાંચવાથી માનસીક અને શારીરિક બંને પ્રકારના સ્વાસ્થ્યમાં લાભ થાય છે. પુસ્તકો દ્વારા આપણે દેશ દુનિયાની સફર કરી શકીએ છીએ. સાથે જ ઇતિહાસથી લઇને સમાજને નજીકથી ઓળખવાનો ચાન્સ મળે છે. પુસ્તક એ સમાજનુ દર્પણ હોય છે.

હેલ્થલાઇનની એક રિપોર્ટ અનુસાર કેટલીક શોધમાં એવુ જાણવા મળ્યુ છે કે વિદ્યાર્થીઓના તણાવમાં જે રીતે હાસ્ય અને યોગ પ્રભાવ પાડે છે તે જ રીતે ૩૦ મિનીટ રોજ વાંચવાથી રકતચાપ, હ્રદયની ગતિ અને મગજ પર અસર કરે છે. વિચારોમાં પણ સકારાત્મકતા આવે છે. તણાવથી પિડીત લોકો થાકી ગયા હોય તેવુ જ અનુભવે છે ત્યારે જો તે પુસ્તક વાંચે છે તો અલગ દુનિયામાં જાય છે અને તેમને સારુ ફીલ થાય છે.

પુસ્તક વાંચવાથી લોકોનું દુઃખ સમજવામાં પ્રેરણા મળે છે. જે લોકો ઉપન્યાસ વાંચે છે તો કાલ્પનિક દુનિયામાં ખોવાઇ જાય અને ઉંડાણને સમજવાનો પ્રયત્ન કરી શકાય.

પોતાના બાળકો સાથે પુસ્તક વાંચવાથી પેરેન્ટ્સ પોતાના બાળકો સાથે ખુશીવાળા સંબંધો સ્થાપે છે. દ્યરે વાંચવાની આદત બાળકોને સ્કુલમાં પણ સારુ પ્રદર્શન કરવા માટે મદદ કરે છે. વાંચવાથી બાળકોનુ શબ્દજ્ઞાન વધે છે.

પુસ્તક વાંચવાથી યાદશકિત પર પણ સારો પ્રભાવ પડે છે અને મેમરી પાવર વધારવામાં મદદ મળે છે. પુસ્તક વાંચવાથી મગજમાં નવી યાદો બને છે તે સિવાય એકાગ્રતા બનાવી રાખવામાં પણ મદદ મળે છે.

(11:50 am IST)