Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

મમતાનો બેફામ વાણીવિલાસ : વિકાસ ઠપ, માત્ર દાઢી વધી રહી છે .. મગજનો સ્ક્રૂ ઢીલો થઇ ગયો છે

કોલકાતા,તા. ૨૭:  પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને પગલે રાજકારણીઓની નિવેદનબાજી રોકાઈ નથી રહી. શનિવારે બંગાળમાં પહેલા તબક્કાના વોટિંગની સાથે મતદાન શરૂ થઈ જશે. આ પહેલા ગઇ કાલે ટીએમસી ચીફ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર નિશાન સાધ્યું. તેમણે વડાપ્રધાનની વધતી દાઢી પર કટાક્ષ કરતા કહ્યું કે, દેશમાં ઔદ્યોગિક વિકાસ ઠપ છે, પરંતુ પીએમ મોદીની દાઢી વધી રહી છે. મમતાએ એમ પણ કહ્યું કે, એવું લાગે છે કે, તેમના (પીએમ મોદીના) મગજનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીને લઈને શુક્રવારે મમતા બેનર્જી એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને નિશાને લીધા. બેનર્જીએ વડાપ્રધાન મોદીને તોફાનો કરાવનારા જણાવ્યા અને આરોપ લગાવ્યો કે, ભાજપે ગુજરાત, દિલ્હી અને ઉત્ત્।ર પ્રદેશમાં તોફાનો કરાવ્યા. તેમણે કહ્યું કે, 'દેશનો ઔદ્યોગિક વિકાસ ઠપ છે. માત્ર તેમની (પીએમ મોદીની) દાઢી વધી રહી છે.

મમતાએ કહ્યું કે, 'કયારેક તેઓ (મોદી) પોતાને સ્વામી વિવેકાનંદ કહે છે અને કયારેક સ્ટેડિયમનું નામ પોતાના નામ પર રાખે છે. તેમના મગજમાં કંઈક ગરબડ છે. એવું લાગે છે કે તેમના મગજનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે.'

ઉલ્લેખનીય છે કે, આ પહેલા મેદિનીપુરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મમતા બેનર્જી પર નિશાન સાધતા તેમના પર ગંભીર આરોપ લગાવ્યા હતા મોદીએ કહ્યું હતું કે, જયારે જરૂર હોય છે ત્યારે દીદી દેખાતા નથી, જયારે ચૂંટણી આવે છે તો કહે છે- સરકાર દુઆરે-દુઆરે! આ જ તેમનો ખેલ છે. પશ્ચિમ બંગાળ, એટલું નહીં બાળકો પણ આ ખેલ સમજી ગયા છે. તેમણે કહ્યું હતું કે, 'બંગાળ દરેક ઘરેથી, દરેક મોંથી એક જ અવાજ આવી રહ્યો છે... દો મઈ દીદી જાય છે, આસોલ પરિવર્તન આછે.'

(10:24 am IST)