Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

પુણેની ફેશન સ્ટ્રીટની આગમાં ૪૪૮ દુકાનો થઇ રાખ

વેપારીઓને થયું મોટુ નુકસાન

પૂણે,તા. ૨૬ : મહારાષ્ટ્રના પુણેમાં ગઇ કાલેની રાત્રે કેંપ એરિયાની ફેશન સ્ટ્રીટમાં આગ લાગવાના કારણે નાની મોટી કુલ ૪૪૮ દુકાનો બળીને રાખ થઈ છે. જેનાથી વેપારીઓને મોટું નુકસાન થયું છે. ફાયર ટેન્ડર અધિકારીએ કહ્યું કે ૯.૩૦ વાગે ફોન આવ્યો હતો અને ફાયરબ્રિગેડની ૨ ગાડીઓ પહોંચી અને આગ એટલી વધારે હતી કે તેને માટે કાબૂમાં લેવાઈ નહીં. આ પછી કુલ ૧૬ ફાયરની ગાડીઓએ રાતે ૧.૧૦ મિનિટે આગને કાબૂમાં લીધી. આગમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી

(9:58 am IST)