Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

મનસુખ હિરેનનના પોસ્ટમોર્ટમ સમયે સચિન વાઝે ઘટના સ્થળે હાજર હતો

મનસુખ હિરેનની હત્યા કેસની તપાસનો ધમધમાટ : પોસ્ટ મોર્ટમ કરનારા ત્રણ ડોક્ટરોની પણ પૂછપરછ કરાશે

મુંબઈ, તા. ૨૬ : એન્ટિલિયા મામલામાં વિસ્ફોટકો ભરેલી સ્કોરપિયો કારના માલિક મનસુખ હિરેનની હત્યાની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સીના અધિકારીઓને એ વાતનો પૂરાવો મળ્યો છે કે, મનસુખના મૃતદેહનુ પોસ્ટ મોર્ટમ થયુ તે સમયે સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાજે ત્યાં હાજર હતો.

હવે એજન્સી દ્વારા પોસ્ટ મોર્ટમ કરનારા ત્રણ ડોક્ટરોની પણ પૂછપરછ કરવામાં આવશે.જેથી જાણી શકાય કે પોસ્ટ મોર્ટમ સમયે આ ડોક્ટરો પર કોઈ દબાવ હતો કે કેમ...એજન્સીને એ પણ જાણકારી મેળવવી છે કે, પોસ્ટ મોર્ટમની વિડિયો ગ્રાફી કરવામાં આવી હતી કે નહીં ..ડોક્ટરોને કોણ કોણ મળવા આવ્યુ હતુ અને કોઈનો ફોન આવ્યો હતો કે કેમ

પોસ્ટમોર્ટમ માટે લેવાયેલા સેમ્લ પહેલી વખતમાં જ કેમ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા નહોતા?  અને સચિન વાજે પોસ્ટ મોર્ટમ સમયે ત્યાં શુ કરી રહ્યો હતો અને તેણે ડોક્ટરો પર કોઈ દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો કે કેમ ?

એજન્સીની તપાસમાં એ પણ સામે આવ્યુ છે કે, પાંચ માર્ચે સાંજે સાડા છ વાગ્યે થાણેની સરકારી હોસ્પિટલ પર વાજેની એન્ટ્રી થઈ હતી.તેણે મનસુખના ભાઈ હિરેન સાથે પણ વાત કરી હતી.

(12:00 am IST)