Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ભાજપ પુંડીચેરી દ્વારા મતદારોના આધાર ડેટાનો દુરૂપયોગ કરાયો છે : મતદારોને એસએમએસ મોકલવામાં આવે છે તથા ફોન કરવામાં આવે છે : રાજકીય પાર્ટીએ કેવી રીતે માહિતી મેળવી ? : ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડીવાયએફઆઈ) પુંડીચેરીના પ્રમુખની મદ્રાસ હાઇકોર્ટમાં અરજી : મદ્રાસ હાઇકોર્ટે બાબતને ગંભીર ગણી ઈલેક્શન કમિશનનો ખુલાસો માંગ્યો : પુંડીચેરીમાં યોજાનારી ચૂંટણી મુલતવી રાખવી જોઈએ ?

પુંડીચેરી : પુંડીચેરીમાં યોજાનારી આગામી ધારાસભાની ચૂંટણી સંદર્ભે ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડીવાયએફઆઈ) પુંડીચેરીના પ્રમુખ એ. આનંદે મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરી છે.

અરજીમાં જણાવાયા મુજબ ભાજપ પુંડીચેરી  દ્વારા મતદારોના આધાર ડેટાનો  દુરૂપયોગ કરાયો છે . મતદારોને  એસએમએસ મોકલવામાં આવે છે તથા ફોન કરવામાં આવે છે . રાજકીય પાર્ટીએ કેવી રીતે માહિતી મેળવી ? તે અંગે નામદાર કોર્ટ પાસે દાદ માંગી છે.

અરજીની ગંભીરતાને ધ્યાને લઇ નામદાર કોર્ટે ઈલેક્શન કમિશનનો ખુલાસો માંગ્યો છે તથા પૂછ્યું છે કે પુંડીચેરીમાં યોજાનારી ચૂંટણી મુલતવી રાખવી જોઈએ ?

મુખ્ય ન્યાયાધીશ શ્રી સંજીબ બેનર્જી અને ન્યાયાધીશ શ્રી સેન્થિલકુમાર રામામૂર્તિની ખંડપીઠે કહ્યું હતું કે સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા કેસની તપાસ કરવામાં આવી રહી છે એમ કહીને ચૂંટણી પંચ આ મામલે ખો  આપી શકશે નહીં.પંચે આ આરોપને ગંભીરતાથી લેવો જોઈએ.જે અંગે શુક્રવાર સુધીમાં ખુલાસો આપવા જણાવ્યું છે.

અરજદારે કરેલી રજુઆત મુજબ પુડ્ચેરી મતદારોને જથ્થાબંધ એસએમએસ સંદેશાઓ મોકલાયા છે, જેમના મોબાઇલ નંબરોને આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે, તથા વ્હોટ્સ એપ જૂથોમાં જોડાવા કહેવાઈ રહ્યું છે તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપ પાસે આવા આવા લગભગ 952 જૂથો હતા.

ઉપરાંત સ્પામ કોલ્સ પણ કરવામાં આવી રહ્યા છે.જેમાં મતદારને તેના મોબાઈલ નંબર મતદાન ક્ષેત્ર સહિતની તમામ વિગત સાથે કોને મત આપવાનો છે તે કહેવામા આવી રહ્યું છે.મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે શેર કરાયેલા ચૂંટણીના ડેટામાં મોબાઇલ નંબર પણ નથી, માત્ર મતદારોના નામ અને ફોટા જ હોય છે.

આગામી સુનાવણી 26 માર્ચના રોજ રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)