Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

અમેરિકાના સર્જન જનરલ તરીકે ભારતીય મૂળના ડો.વિવેક મુર્થીનો સોગંદવિધિ સંપન્ન : સોગંધવિધિ સમયે પરિવારના સભ્યો પરંપરાગત ભારતીય વેશભૂષામાં જોવા મળ્યા

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ જો બીડને ભારતીય મૂળના  ડો.વિવેક મુર્થીને સર્જન જનરલ તરીકે આપેલી નિમણૂકને સેનેટે બહાલી આપી દીધા બાદ ગઈકાલ ગુરુવારે તેમનો સોગંદવિધિ સમારંભ યોજાયો હતો.
આ સમયે ઉપસ્થિત તેમના પરિવારજનો પરંપરાગત ભારતીય વેશભૂષામાં જોવા મળ્યા હતા.

સોગંધવિધિ પૂરો થયા બાદ તેમણે  પોતાના પરિવારના સભ્યો ને ધન્યવાદ આપ્યા હતા.

ડો.મુર્થીએ દેશમાંથી કોરોના નાબૂદ કરવાના  કાર્યને પ્રાધાન્ય અપાશે તેમ જણાવ્યું હતું.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:36 pm IST)