Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરોના વાયરસ સામે લડવા માટે ઇન્ડિયન આર્મીના 'નમસ્તે ઓપરેશન' શરૂઆત કરી

એન્ટી કોવિડ-19 ઓપરેશનને કોડ નેમ 'ઓપરેશન નમસ્તે' અપાયું

નવી દિલ્હી : કોરોના વાયરસ સામે લડવા માટે સેના પણ તૈયાર છે, ઈન્ડિયન આર્મીએ ઓપરેશન નમસ્તેની શરૂઆત કરી છે. દિલ્હી મુખ્યાલયમાં કોરોના હેલ્પલાઈન સેન્ટર બનાવવામાં આવ્યું છે, તેના દ્વારા લોકોની મદદ કરવામાં આવશે. ભારતીય સેના દ્વારા એન્ટી કોવિડ-19 ઓપરેશનને કોડ નેમ 'ઓપરેશન નમસ્તે' આપવામાં આવ્યું છે. સેના દ્વારા અત્યારસુધી દેશભરમાં 8 ક્વારંટાઈન સુવિધા સ્થાપિત કરવામાં આવી છે.

આર્મી ચીફ હોવાના નાતે મારી પ્રાથમિકતા પોતાની સેનાને સુરક્ષિત રાખવાની છે, અમે ત્યારે જ પોતાની ડ્યૂટી નિભાવી શકીશું, જ્યારે અમે કોરોના વાયરસની બીમારીથી દૂર રહીશું. જ્યારે અમે સુરક્ષિત રહીશું, ફિટ રહીશું ત્યારે જ અમે અમારા દેશવાસીઓની મદદ કરી શકીશું.

ભારતમાં કોરોના વાયરસના નવા મામલાઓ સામે આવવાના સતત ચાલુ છે. 27 માર્ચની સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, દેશમાં કોવિડ-19ના 640 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યારસુધીમાં 724 કન્ફર્મ કેસ સામે આવ્યા છે.

(12:48 am IST)