Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરોના સામે સતર્કતામાં રાજ્યોની ગંભીર બેદરકારી ખુલી : વિદેશોથી આવેલા લોકોની નથી કરી તપાસ

બે મહિનામાં 15 લાખથી વધુ લોકો વિદેશથી ભારત આવ્યા: દેખરેખમાં રખાયેલા લોકોની સંખ્યામાં મોટું અતર

 

નવી દિલ્હી : કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રાજ્ય સરકારોને જણાવ્યું કે છેલ્લા બે મહિનામાં 15 લાખથી વધુ લોકો વિદેશથી ભારત આવ્યા છે અને પરત આવનાર યાત્રિકો અને કોરોના વાયરસના સંક્રમણના સંદેશમાં વાસ્તવિક રૂપથી દેખરેખમાં રખાયેલા લોકોની સંખ્યામાં મોટું અતર જોવા મળી રહ્યું છે.

 તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં ગૌબાએ કહ્યું કે, વિદેશથી પરત ફરેલા યાત્રિકોની દેખરેખમાં અંકર કે તમી કોરોના વાયરસના સંક્રમણના પ્રસારને રોકવાના સરકારના પ્રયાસોને ગંભીર રીતે પ્રભાવિત કરી શકે છે કારણ કે અન્ય દેશોમાંથી આવેલા લોકોમાં ઘણા કોરોના વાયરસના સંક્રમિત મળ્યા છે.

રાજીવ ગૌબાએ પત્રમાં કહ્યું કે, બ્યૂરો ઓફ ઇમીગ્રેશને 18 જાન્યુઆરી 2020થી 23 માર્ચ 2020 સુધીનો રિપોર્ટ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોથી એકત્ર છે, જેમાં વિદેશોથી આપેલા લોકોની કોવિડ-19ની તપાસની માહિતી છે. રિપોર્ટ અને ભારત આવેલા કુલ યાત્રિકોની સંખ્યામાં અંતર છે.

 ગૌબાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારનોને કહ્યું કે, એકવાર ફરીથી વિદેશથી આવેલા યાત્રિકોની ઓળખ કરવામાં આવે અને તેનો કોવિડ-19નો રિપોર્ટ કરવામાં આવે. સાથે તે પણ કહેવામાં આવ્યું છે કે તમામ યાત્રિકોને એમઓએચડબ્લ્યૂના દિશાનિર્દેશો અનુસાર નજરમાં રાખવામાં આવે. કામમાં જિલ્લા સ્તરના અધિકારીઓની મદદ લેવાનું પણ કહેવામાં આવ્યું છે.

  સમયે દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 724 સુધી પહોંચી ગઈ છે. સંક્રમણથી 7 લોકોના મોત થયા છે. ભારતમાં જેટલા પણ સંક્રમણના મામલા છે તેનો વિદેશ યાત્રાનો ઈતિહાસ રહ્યો છે. અથવા વિદેશ યાત્રાથી આવેલા લોકોના સંપર્કમાં આવેલા લોકો છે. તેથી કેબિનેટ સચિવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું કે, છેલ્લા બે મહિના દરમિયાન વિદેશથી આવેલા લોકોની તપાસ કરે અને તેના પર નજર રાખે

 

(11:54 pm IST)