Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરોનાથી બીજીંગ એ સબક શીખ્વું : જંગલી જાનવર, કીડા-મકોડા ખાવા પર લાગશે પ્રતિબંધ

બીજીંગઃ દુનિયામાં ભયંકર તબાહી મચાવનાર કોરોના વાયરસથી સબક લેતા હવે બીજીંગએ જંગલી જાનવરો અને કીડા-મકોડાના શિકાર અને ખાવા પર પ્રતિબંધ લાગવવાની તૈયારી કરી છે. બીજીંગ પ્રશાસનએ નિયમો તૈયાર કર્યા છે. હજુ સુધી કોરોના વાયરસનો સોર્સ નથી મળ્યો પણ બીજિંગ પ્રશાસનને આશ઼કા છે કે જંગલી જાનવરોથી આ ઘાતક વાયરસ ફેલાયો છે.

બીજીંગ ડેલી રીપોર્ટ મુતાબિક બીજીંગ મ્યુનિસિપલ પીપલ્સ કોંગ્રેસની બે મીહના પહેલા બેઠક મળ હતી બિજીંગના ઘણા ક્ષેત્રોમાં જંગલી જાનવર રહે છે. રાજધાનીના કોઇપણ ભાગમાં વર્ષ સુધી જાનવરોના શિકાર પર રોક લાગશે. નિયમના ઉલ્લંધન પર દંડ થશે. શિકાર કરવા અને ખાવા પર અને વેપાર પર પ્રતિબંધ લાગશે.

કોવિદ-૧૯ નો સોર્સ હજુ મળ્યો નથી પણ શોધકર્તાઓનું માનવુ છે કે ૭૦ ટકા અધિક નવા સંક્રમ જંગલી જાનવરોથી ઉત્પન્ન થયા છે. જંગલી જાનવરોને મારવાની આદતો ખતમ કરવાનો નિર્ણય લીધો છે.

(11:50 pm IST)