Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

અમેરિકામાં જાણીબુજીને કોરોના સંક્રમણ ફેલાવવાવાળાને આતંકી માનવામાં આવશે : મળી શકે છે ઉમર કેદ

ન્યુયોર્ક :  અમેરિકામાં કોરોના વાયરસનું સંક્રમણ કહેર બની ટુટ્યો છે. ઇટલી અને સ્પેન પછી અમેરિકાની સૌથી ખરાબ હાલત છે. અમેરિકામાં અત્યાર સુધી ૧૦૦૦ થી વધારેના મોત થયા છે. જયારે ૬૮૦૦૦ થી વધારે લોકો સંક્રમિત થઇ ચુકયા છે. કોરોનાનો સામનો કરવા અમેરિકાએ કડક નિર્ણય લીધો છે. અમેરિકામાં જો કોઇ કોરોનાથી સંક્રમિત શખ્સ ખુલે આમ ફરશે અને સંક્રમણ ફેલાવશે તો એના વિરૂધ્ધ આતંકવાદ વિરૂધ્ધ કાનૂનને  લઇ કાર્યવાહી થશે.

સીએનએનના મુતાબિક કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે બનેલ સમત નિયમમાં દોષી થવા પર ઉમર કેદ સુધીનું સજાનું પ્રાવધાન છે. અમેરિકામાં કોરોના સંક્રમણને લઇ લોકોની ભારે લાપરવાહી સામે આવી છે. કોરોના સંક્રમણ ફેલાવવાળો બાયોલોજિકલ એજન્ટ માનવામાં આવશે.

આ કારણ છે કે અમેરિકામાં શરારતી તત્વો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માટે ન્યાય વિભાગએ આતંકવાદ વિરોધ કાનૂનનો સહારો લીધો છે. જેથી વાયરસના સંક્રમણને રોકવા માટે શરારતી તત્વોને કાનૂનનું પાલન કરાવી શકાય.

(11:48 pm IST)