Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ઊંટવૈદુ કરનારા સામે લાલબત્તી :ઈરાનમાં કોરોનાથી બચવા ઇન્ડ, આલ્કોહોલ પીનારા 300થી વધુનાં મોત

સોશિયલ મીડિયાને સાચો માની અને ઉંટવૈદદુ કરતા જીવ ગુમાવ્યા: કેટલાક લોકોએ આંખો ગુમાવી

ઈરાનમાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે મોતના કબ્રસ્તાન બનેલા ઈરાનમાં લોકો કોરોના વાયરસથી બચવા જાતજાતના નુશખા અપનાવી રહ્યા છે  ઈરાનમાં ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પીનારા 300થી વધુ લોકોના મોત થયા છે આ લોકોએ એક સોશિયલ મીડિયાને સાચો માની અને ઉંટવૈદદુ કરતા જીવ ગુમાવ્યા છે અને સમગ્ર વિશ્વમાં લાલબત્તી સમાન ઘટના ઘટી છે

   રાજધાની તહેરાનમાં મીડિયા અહેવાલોમાં ગરમાવો જોવા મળ્યો છે. 300થી વધુના મોત અને 1,000 લોકો આ ઉંટવૈદુના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈરાનમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ઉંટવૈદુના મેસેજે લોકોના જીવ લઈ લીધા છે. .

    ઈરાનમાં લોકોએ કથિત રીતે મેંથોલ ગટગટાવી અને ઉંટવૈદુ શરૂ કર્યુ હતુ જેના કારણે કેટલાક લોકોએ આંખો ગુમાવી છે તો કેટલાકના જીવ ગયા છે. ઈરાનમાં બ્રિટીશ શિક્ષકે આપેલા ઉપાય તરીકે ફારસી ભાષામાં આ મેસેજ થયો હતો. આ મેસેજ ફેક ન્યૂઝ હતો જોકે, તેના કારણે 300થી વધુ લોકોના જીવ ગયા છે.

   રિપબ્લીક ઑફ ઈરાનમાં કોરોના વાયરસના કારણે અત્યારસુધીમાં 2200 લોકોનાં મોત થયા છે જ્યારે સમગ્ર દેશમાં 29,000 સંક્રમિત થયા છે.

(11:11 pm IST)