Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ઓડિશાના સમુદ્ર તટ ઉપર ઈંડા મૂકવા 8 લાખ કાચબા પહોંચ્યા લોકડાઉનને પગલે પ્રદુષણ ખુબ ઓછું : સમુદ્રી જીવનમાં ફેરફાર

કાચબાઓએ ગહિરમાથા અને રુસીકુલ્યમાં છ કરોડથી વધારે ઈંડા મૂક્યા

ભુવનેશ્વર : ઓડિશાના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા માટે 7.90 લાખ ઓલિવ રિડલે કાચબા પહોંચ્યા છે કોરોના વાયરસના સંક્રમણના ખતરાને પગલે દેશભરમાં લોકડાઉન કરી દેવાયું છે તેનાથી પ્રદૂષણનું લેવલ ખૂબ ઓછું થયું છે.સાથે જ સમુદ્રી જીવનમાં પણ ફેસફાર થયો છે. ઓડિશાના તટ ઉપર આ વખતે આશરે 8 લાખ જેટલા ઓલિવ રિડલે કાચબા પહોંચ્યા છે. તેમણે પોતાના સંઘર્ષનું યુદ્ધ જીતી લીધું હોય. સમુદ્રમાં પોતાનો કબજો થઈ ગયો છે. આ કાચબાઓએ ગહિરમાથા અને રુસીકુલ્યમાં છ કરોડથી વધારે ઈંડા મૂક્યા છે.
        કોરોના વાયરસના પગલે માછીમારો અને ટૂરિસ્ટોની ગતિવિધિ ઠપ પડી છે આના પગલે મોટી સંખ્યામાં આ વખતે કાચબાઓ સમુદ્ર તટ ઉપર પહોંચ્યા છે. જંગલકથા વિશેષજ્ઞનું કહેવું છે કે, જો મનુષ્ય ગતિવિધિઓ સીમિત ન થાય તો આમાથી અનેક કાચબા માર્યા જાય કે પછી અન્ય અડચણોના કારણે પહોંચી ન શકે.
       ઓડિશાના ગંજામ જિલ્લાના છ કિલોમિટર લાંબા રુશિકુલ્યા સમુદ્ર તટ ઉપર મોટી માત્રામાં માળા માટે ઓલિવ રિડલે સમુદ્રી કાચબા આવ્યા છે. ન્યૂ ઈન્ડિય એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસ મહામારીએ લોકોના ઘરને ઘરમાં રહેવા માટે મજબૂર કર્યા છે. જેના પગલે ઓડિશાના રુશિકુલ્યામાં ગહિરમાથા સમુદ્ર તટ ઉપર આઠ લાખથી વધારે ઓલિવ રિડલે પહોંચ્યા હતા.
         બેરહમપુર ડિવીઝનલ ફોરેસ્ટ ઓફિસર (DFO), અમલાન નાયકે ધ હિન્દુને જણાવ્યા પ્રમાણે 22 માર્ચે લગભગ 2 વાગ્યે 2000 માદા ઓલિવ રિડલિસ સમુદ્રથી સમુદ્ર તટની બહાર નીકળ્યા હતા એવું માનવામાં આવી રહ્યું છે કે, માદા કાચબા એજ સમુદ્ર તટ ઉપર પરત ફર્યા છે. જ્યાં તેમણે ઈંડા મૂક્યા હતા. આમ ઓડિશાના તટ તેમના માટે સૌથી મોટું સામૂહિક માળા બનાવવાની જગ્યા છે.
       રિપોર્ટ પ્રમાણે માનવ ઘૂસણખોરી અને તટ ઉપર કચરાઓનો ઢગલો તેમને 2019માં માળાઓથી દૂર રાખતા હતા. વન વિભાગ અનુસાર 2,78,502થી વધારે કાચબા દિન પ્રતિદિન માળાની ગતિવિધિનો એક ભાગ બની ગયો છે.

(10:59 pm IST)