Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

દેશમાં બધા રેશનિંગ કાર્ડ આધાર સાથે જોડાયા નથી

સુવિધાઓ આપવાને લઇ દુવિધા

નવીદિલ્હી, તા. ૨૭ : કોરોના વાયરસ સામે લડાઈ ચાલુ છે ત્યારે કેટલીક બાબતો હજુ પણ દુવિધાભરી છે. જે લોકો માટે ખાદ્ય સુરક્ષા કાનૂન હેઠળ રેશનિંગ મોકલવામાં આવે છે તે તેમના સુધી પહોંચે આના માટે કેન્દ્ર સરકાર એપ્રિલ ૨૦૧૮માં મશીન અને આધાર સંખ્યાના માધ્યમથી પીઓએસ યોજના શરૂ કરી ચુકી છે. આના માટે ૧૨૭ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ હતી. વન નેશન વન કાર્ડની સફળતા આના પર લાગેલી છે.

           સરકાર કોઇપણ જગ્યાના રેશનિંગ કાર્ડથી કોઇપણ જગ્યાએ રેશનિંગની સુવિધા આપવાની યોજના લાગૂ કરી રહી છે. હાલના સમયે આને દેશના ૧૨ રાજ્યોમાં લાગૂ કરવામાં આવી છે જેમાં આંધ્ર, તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, ગોવા, ઝારખંડ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. આગામી તબક્કામાં ચાર અન્ય રાજ્યોને પણ જોડી દેવામાં આવશે જેમાં યુપી અને બિહાર પણ સામેલ છે પરંતુ આ રાજ્યો એજ સમયે જોડાઈ શકશે જ્યારે કોરોના સંકટ ઉપર કાબૂ મેળવી શકાશે.

(7:46 pm IST)