Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

પાકિસ્‍તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં વધારોઃ ગાઝામાં વધુ ૨ દર્દીઓ મળતા દોડધામ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં ગાઝામાં કોરોનાના બે દર્દીઓ મળી આવતા ધમાલ મચી ગઈ હતી. આ મામલામાં તપાસ કરતા માહિતી મળી હતી કે આ બંને વ્યક્તિઓ પાકિસ્તાનથી પરત આવી છે. તેઓ તબલીગી જમાતના કાર્યક્રમમાં શામેલ થયા હતા.

માર્ચ મહિનામાં પાકિસ્તાનના લાહોરના રાયવિંડ વિસ્તારમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં લાખો લોકોએ ભાગ લીધો હતો અને પછી આવા કિસ્સામાં ઉછાળો આવ્યો છે. આ કાર્યક્રમમાં લગભગ 80 દેશોના મૌલાના શામેલ થયા હતા અને તેઓ મોટાપાયે દુનિયામાં કોરોનાનો ફેલાવો કરશે એવી આશંકા છે.

હાલમાં કોરોના વાયરસના કહેર સામે લડવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સરકારી ખજાનો ખોલ્યો હતો. ઇમરાન ખાને મંગળવારે 1.13 ટ્રિલિયન રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. પાકિસ્તાની વડાપ્રધાને આ આર્થિક પેકેજની જાહેરાત કોરના સામે લડવા અને અર્થવ્યવસ્થા પર પડનારી તેની અસરને ધ્યાનમાં રાખીને કરી છે.

ઇમરાન ખાને કહ્યું કે આ પેકેજ હેઠળ મજૂરોને 200 અબજ ડોલર, 150 અબજ રૂપિયા સંકટમાં રહેલા પરિવારોને આપવામાં આવશે. તે સિવાય ગરીબ પરિવારોને મળનારા ભથ્થાને 2000થી વધારીને 3000 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.  દેશમાં 31 માર્ચ સુધી તમામ  પેસન્જર ટ્રેન બંધ કરી દીધી છે. ચીન અને સાઉથ કોરિયા બાદ હવે પાકિસ્તાન કોરોના પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવનારા લોકોને ફોન મારફતે ટ્રેક કરી રહ્યું છે. બાદમાં તેને મેસેજ કરી જાણકારી આપી રહ્યું છે કે તેના સંપર્કમાં આવેલો ક્યો વ્યક્તિ કોરોના પોઝિટિવ હતો.

(4:04 pm IST)