Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

બાહુબલી સ્ટાર પ્રભાસે ૩ કરોડ રૂપિયા પ્રધાનમંત્રી રાષ્‍ટ્રીય રાહત કોષમાં અને પ૦-પ૦ લાખ આંધ્રપ્રદેશ-તેલંગણા મુખ્‍યમંત્રી રાહત કોષમાં આપ્યા

નવી દિલ્હી: ફિલ્મ બાહુબલી સ્ટાર પ્રભાસે કોરોના મહામારી (COVID- 19) સાથે લડવા માટે ચાર કરોડ રૂપિયા જેટલી મોટી રકમ દાનમાં આપી છે. પ્રભાસે ગુરુવારે 3 કરોડ રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાં અને 50-50 લાખ રૂપિયા આંધ્રપ્રદેશ અને તેલંગાના મુખ્યમંત્રી રાહત કોષમાં આપ્યા છે.

પ્રભાસ હાલમાં જ જ્યોર્જિયાથી પરત ફર્યો છે, જ્યાં તેની આગામી ફિલ્મ પ્રભાસ 20 નું શૂટિંગ ચાલી રહ્યું હતું. તેની સાથે પૂજા હેગડે પણ હતી. ત્યાંથી પાછા ફર્યા પછી, સાવચેતીના પગલા તરીકે બંને 14 દિવસ સુધી આઇસોલેશનમાં રહ્યાં હતાં.

પ્રભાસ પહેલા તેલુગુ સ્ટાર પવન કલ્યાણે 2 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. આ ઉપરાંત તેમના ભત્રીજા રામચરણે 1 કરોડ 40 લાખ રૂપિયા, તેલુગુ સુપરસ્ટાર પિતા ચિરંજીવીએ 1 કરોડ અને યુવા સુપરસ્ટાર મહેશ બાબુને રાહત ફંડમાં 1 કરોડનું દાન આપ્યું છે.

(4:03 pm IST)