Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

દેશમાં એક મહિનામાં ૫૦ હજાર વેન્ટીલેટરની જરૂરઃ કાનપુરની આઇઆઇટી પોર્ટેબલ વેન્ટીલેટર બનાવશે

કાનપુર તા. ૨૭ : કોરોના વાયરસને કારણે દેશભરમાં મેડીકલ સારવાર ઝડપી બનાવાઇ છે, ઠેક-ઠેકાણે હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ બનાવાયા છે. આની વચ્ચે હોસ્પિટલોમાં અમુક જરૂરી સાધનોની ઉણપ પણ જોવા મળી રહી છે.

દેશમાં એક મહિનામાં લગભગ ૫૦ હજાર વેન્ટીલેટરની જરૂરીયાત જોતા કાનપુરની આઇઆઇટીએ મદદ માટે હાથ લંબાવી પોર્ટેબલ વેન્ટીલેટર બનાવવાની જાહેરાત કરી કામગીરી શરૂ કરી છે.

આ માટે આઇઆઇટી બેંગલોરના નારાયણ ઇન્સ્ટીટયૂટના નિષ્ણાંતો સાથે મળી કામ કરશે, એક મહિનામાં ૧ હજાર પોર્ટેબલ વેન્ટીલેટર તૈયાર કરી લેવાશે તેમ પ્રોફેસર અમિતાભ બંદોપાધ્યાયે ઉમેર્યું હતું.

(3:33 pm IST)