Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

અમેરિકામાં કોરોનાના કેસ ઈટલી અને ચીનથી પણ વધ્યાઃ રાતો રાત પ્રથમ નંબરે પહોંચ્યું

ન્યુયોર્કઃ વિશ્વના ૧૯૯ દેશો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. જેને પગલે ૨૦૦ કરોડો લોકો ઘરમાં બંધ છે. ૨ ડઝનથી વધારે દેશોમાં સંપૂર્ણ લોકડાઉન છે. જેને પગલે વૈશ્વિક અર્થ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ત્યારે મહાસત્ત્।ા ગણાતું અમેરિકા કોરોનાના કેસને પગલે ચીન અને ઈટલીને પછાડી આગળ વધી ગયું છે. અમેરિકામાં ૪૮થી પણ ઓછા કલાકોમાં ૧૭ હજારથી પણ વદ્યારે કોરોના વાયરસના કેસ નોંધાયા છે. અમેરિકાનો આંકડો ચિંતાજનક છે. જાણો, અમેરિકાના ગ્રાફમાં કેટલો વધારે થયો છે. ઈટલી પ્રથમ નંબરેથી કેમ ત્રીજા નંબરે આવી ગયું. પ્રથમ નંબરે રહેલ ચીન કેમ બીજા નંબર પર આવી ગયું.

અમેરિકામાં હાલ કોરોનાના દર્દીઓનો આંક ૮૫, ૪૩૫ કુલ પહોંચ્યો છે. જયારે ૧૨૯૫ લોકોના મોત નિપજયા છે. તો ૮૨, ૨૭૨ એકિટવ કેસ છે. ત્યારે આ બાબત ગંભીરતા ન દાખવનાર અમેરિકાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. ત્યારે ઈમરજન્સીની જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ફેડરલ ફંડમાં ૫૦ અબજ ડોલરની જાહેરાત કરાયી ચૂકી છે. તેમજ હવે તેમણે ટેસ્ટની કામગીરી ઝડપી કરી છે. અત્યાર સુધી અમેરિકાએ કોરોનાને રોકવા બહું ધીમી ગતિએ કામ કર્યુ છે.

ચાર દિવસ પહેલા અમેરિકા૧૪ ૩૨૧ કેસ હતા અત્યારે ૮૫, ૪૩૫ કેસ છે.  અમેરિકામાં ૨૪ કલાકમાં કોરોના વાયરસ ૧૭ હજાર કરતા પણ વધારે કેસ નોંધાયા છે. આ સાથે જ અમેરિકા ત્રીજા નંબર પરથી પહેલા નંબર પર આવી ગયું છે. ૩દ્મક ૪ દિવસમાં અમેરિકામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૪ માર્ચના રોજ અમેરિકામાં માત્ર ૧૪ ૩૨૧ કેસ નોંધાયા હતા. તેણે પોતાના બે સિટી લોકડાઉન કર્યા હતા. આજે અમેરિકાની બેદરકારીને લીધે વિશ્વના સૌથી વધારે કોરોનાના દર્દીઓ અમેરિકામાં છે.

 અમેરિકામાં ૨૪ કલાક પહેલા ૬૦,૬૫૩ જેટલા કેસ હતા. જેમાં રાતો રાત અધધ વધારો થયો છે. ૧૭ હજારથી પણ વધારે કેસ નોંધાતા અમેરિકામાં હાલ કોરોનાના દર્દીઓનો આંક ૮૫, ૪૩૫ કુલ પહોંચ્યો છે. જયારે ૧૨૯૫ લોકોના મોત નિપજયા છે. તો ૮૨, ૨૭૨ એકિટવ કેસ છે. જેની સરખામણીએ ૧૮૬૮ લોકો સાજા થયા છે. પ્રથમ નંબરે રહેલી ઈટલીની વાત કરીએ તો ઈટલીમાં કુલ ૮૦૫૮૯ કેસ નોંધાયા છે. ૮,૨૧૫ના મોત નિપજયા છે. જયારે અહીં ૬૨૦૧૩ એકિટવ કેસ છે. તેની સરખામણીએ ૧૦, ૩૬૧ લોકો સાજા થયા છે. પ્રથમ નંબરે રહેતુ ઈટલી આજે ત્રીજા નંબરે છે. જયારે એપી સેન્ટર ગણાતુ ચીન બીજા નંબરે છે. ચીનનો આંક જોઈએ તો ૮૧, ૩૪૦ એકિટવ કેસ છે. જયારે અત્યાર સુધીમાં અહીં ૩૨૯૨ લોકોના મોત નીપજયા છે. જયારે અહીં એકિટવ કેસની સંખ્યા ૩૪૬૦ છે. ચીને આ જંગમાં મોટી સફળતા મેળવી છે. તેને વુહાનમાંથી લોકડાઉન હટાવી દીધું છે. એટલું જ નહીં ચીને ગ્રેટ વોલ સહિતના અનેક પર્યટન સ્થળો ખોલી દીધા છે. તે સતત આ લડાઈમાં સફળતા પુર્વક આગળ વધી રહ્યું છે.

૧૮ માર્ચના અમેરિકાના આંક જોઈએ તો અહીં ૧૦૦ લોકો થયા હતા. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે સૌથી વધારે મોત વોશિંગ્ટન રાજયામાં થયા હતા. જયારે ઉત્ત્।ર પશ્યિમનાં રાજયોમાં ૫૦ લોકોનાં મોત થયાં હતા . તેમજ ન્યૂયોર્કમાં ૧૨ અને કેલિફોર્નિયામાં ૧૧ લોકોનાં મોત થયાં હતા. અમેરિકાના ૫૦ રાજયોમાં કોરોનાનો કહેર વર્તાયો હતો. પશ્ચિમ વર્જિનિયામાં પણ પ્રથમ કેસની કરાઈ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ કોરોનાને ફેલાતો રોકવા માટે અમેરિકાએ ૨ મોટો રાજયો ન્યૂ જર્સી અને સૈન ફ્રાંસિસ્કોમાં કર્ફ્યૂની જાહેરાત કરી હતી. તેણે આ બન્ને રાજયોમાં કર્ફ્યૂ લગાવ્યો હતો.

બીજી તરફ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે કોરોને રોકવાની જગ્યાએ કોરોના વાયરસને ચીની વાયરસ કરી ચીન સાથે શાબ્દિક યુદ્ઘમાં ઉતર્યા હતા. જેને પગલે ચીને પણ જવાબ આપ્યો હતો. એટલું જ નહીં ચીને અમેરિકન મીડિયા પર પ્રતિબંધ મૂકયો છે. યુએસ મીડિયા અનુસાર, ચીને ન્યૂયોર્ક ટાઇમ્સ, વોલ સ્ટ્રીટ જર્નલ અને વોશિંગ્ટન પોસ્ટના પત્રકારો પર પ્રતિબંધ મૂકયો છે.

કોરોના વાયરસને પગલે અમેરિકાની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે ત્યારે કોરોના વાયરસના એકસપર્ટથી અલગ ડોનાલ્ડ ટ્રમ્પે ગત દિવસોમાં કહ્યું હતું કે તેમને લાગે છે કે એપ્રિલના મધ્યમાં ઇસ્ટર સુધી અમેરિકાની ઇકોનોમીને ખોલી દેવી જોઇએ. અમેરિકા આટલા બધા દિવસોના લોકડાઉન માટે તૈયાર નથી. જયારે મેડિકલ એકસપર્ટોનું કહેવું છે કે આવુ કરવું ભયાનક નિવડશે અને જેના કારણે કોરોનાનું સંક્રમણ ઝડપી ફેલાશે.

ચીનના વુહાનથી કોરોના વાયરસના ફેલાવાની શરુઆત થઈ હતી. ડિસેમ્બરથી શરુ થયેલા આ કહેરને પગલે ચીનમાં કોરોના વાયરસનું એપીસેન્ટર હતું. ચીને દેશે લોકડાઉન કરી રાત દિવસ મહેનત કરી હોસ્પિટલ ઉભી કરી આ વાયરસને ફેલાતો અટકાવવામાં દ્યણા અંશે સફળતા મેળવી છે. ચીનમાં અત્યાર સુધીમાં કુલ ૮૧, ૩૪૦ કોરોનાના કેસ નોંધાયા છે. ચીનમાં ૩૨૯૨ લોકોના મોત છે. જયારે ૭૪, ૫૮૮ લોકો સાજા થઈ ગયા છે. હાલ ચીનમાં કોરોનાના ૫ નવા કેસ સામે આવ્યાં છે. જેથી અહીં કુલ ૩૪૬૦ એકિટવ કેસ છે. જેમાંથી ૧,૦૩૪ સિરિયસ કેસ છે. જેની સરખામણીએ અમેરિકા ત્રીજા નંબર પર હતું તે આજે પહેલા નંબરે પહોંચી ગયું છે અને ઈટલી ત્રીજા નંબરે છે.

ઈટલી અને અમેરિકામાં સતત કેસમાં વધારો થઈ રહ્યો છે. ચીનના કોરોનાના કેસની સંખ્યાને વટાવીને ઈટલી અને અમેરિકા આગળ નીકળી ગયા છે. ઈટલીમાં એકિટવ કેસની સંખ્યા વધતા તે પહેલા નંબર પર આવી ગયું હતું. ૨૬ માર્ચ સુધી તે પ્રથમ નંબરે હતું. અંદાજે ૨૪ કલાક પહેલા ચીન કુલ નોંધાયેલા ૮૧, ૨૧૮ કેસમાંથી એકિટવ કેસ ૪,૨૮૭ હતા. ત્યારે ઈટલીમાં કોરોનાના કુલ કેસ ૭૪૩૮૬ હતા. જેમાંથી ૫૭૫૨૧ એકિટવ કેસ હતા. જયારે ચીની સરખામણીએ ઈટલીમાં મૃત્યુ આંક જોઈએ તો ચીનમાં ૩,૨૮૧ કેસ હતા. જયારે ઈટલીમાં ૭૫૦૩ લોકોનાં મોત નિપજયા હતા. આ દરમિયાન અમેરિકા ત્રીજા નંબરે હતું. અમેરિકામા કોરોનાના કેસ ૬૦, ૬૫૩ હતા. એકિટવ કેસ ૫૯, ૪૪૭ હતા. જયારે મૃત્યુ આંક ૮૧૯ હતો. જેથી તે ત્રીજા નંબરે હતું.

(3:31 pm IST)