Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

આરબીઆઇ ગવર્નરે મુખ્ય આ વાતો કહી

નાણાંકીય બાબતો કમિટીની મીટીંગ પછી રિઝર્વ બેંકે રેપોરેટને ૫.૧૫ ટકાથી ઘટાડીને ૪.૪ ટકા કર્યો છે.

કોરોના વાયરસ અસર, ફેલાવો અને સમયગાળો વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતી નકકી કરશે. સરકારે યોગ્ય પગલાઓ લીધા છે. અને આપણે આ જંગ જીતવાનો જ છે એમ માનીને પ્રયત્નો કરવાના છે.

રિઝર્વ બેંકે રિવર્સ રેપોરેટ ઘટાડીને ૪ ટકા કર્યો છે.

રિઝર્વ બેંકે લીકવીડીટી એડજસ્ટમેન્ટ ફેસીલીટી (એલએએફ) ૯૦ બીપીએસ ઘટાડીને ૪ ટકા કરી છે.

રિઝર્વ બેંકે બધી બેંકોના કેશ રીઝર્વ રેશીયો ૧૦૦ પોઇન્ટ ઘટાડ્યો છે.

(3:21 pm IST)
  • સ્પેનમાં પણ અધધ મુત્યુ : સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 769 કોરોના મૃત્યુ નોંધાયા છે : સ્પેનમાં આજે નવા 6273 નોંધાયા છે : કુલ મૃત્યુ આંક 5000એ પહોંચ્યો access_time 8:07 pm IST

  • NEET ૩ મે એ યોજાશે કે પછી પોસ્ટપોન્ડ થશે ? મુંઝવણ : મેડીકલમાં પ્રવેશ માટે યોજાતી NEET (નીટ) આગામી ૩ મે, ૨૦૨૦ના રોજ યોજવાનું NTA (નેશનલ ટેસ્ટીંગ એજન્સી) દ્વારા નકકી કરાયેલ છે. પરંતુ આજે તેના એડમીટ કાર્ડ ડાઉનલોડ થતા ન હોય, વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાઇ ગયા છે. કોરોના તથા લોકડાઉનને કારણે નીટની પરીક્ષા ૩મે,૨૦૨૦ના રોજ લેવાશે કે મોડી જશે તે બાબતની જાહેરાત કેન્દ્ર સરકારના એચ.આર.ડી મીનીસ્ટ્રી તરફથી વહેલીતકે થાય તેવુ લાખો વિદ્યાર્થીઓ ઇચ્છી રહયા છે. access_time 3:28 pm IST

  • અફઘાનિસ્તાનમાં ગુરુદ્વારા ઉપર તાજેતરમાં જે ત્રાસવાદીએ સુસાઇડ એટેક કર્યો તે ભારતના કેરળ રાજ્યનો હતો,તેને ત્રાસવાદી સંગઠન આઈએસ દ્વારા ભરતી કરવામાં આવેલ અને તેનું નામ મુહઈન અબુ ખાલિદ અલ હિન્દી હતું access_time 12:42 am IST