Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરોનાના ડરના કારણે કર્ણાટકમાં પુરુષએ કરી આત્મહત્યા : પરીવારને કહ્યું- ટેસ્ટ કરાવી લેજો

કોરોના વાયરસ થયો હોવાની શંકાને કારણે જીવ દીધો

કોરોના વાયરસને કહેર વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલો છે અને તેનો વ્યાપ આપણા દેશમાં પણ વધી રહ્યો છે તેના કારણે લોકોના મનમાં ભય ઉત્પન્ન થયો છે.  તાજેતરમાં જ કર્ણાટકમાં એક 56 વર્ષીય પુરુષએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરવાનું કારણ માત્ર એટલું છે કે તેને કોરોના વાયરસ થયો હોવાની શંકા હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર કર્ણાટકના ઉદુપીમાં એક 56 વર્ષીય પુરુષએ આત્મહત્યા કરી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિએ કોરોના હોવાની શંકાના કારણે આપઘાત કર્યો છે. આ વ્યક્તિએ તેની સ્યુસાઈડ નોટમાં તેના પરીવારને સંબોધી લખ્યું છે કે તમે લોકો કોરોનાનો ટેસ્ટ કરાવી લેજો અને સુરક્ષિત રહેજો. પોલીસના જણાવ્યાનુસાર આ વ્યક્તિ બીમાર પણ ન હતી અને તેનામાં કોરોનાના કોઈ લક્ષણ પણ જોવા મળ્યા ન હતા

(1:01 pm IST)
  • સ્પેનમાં 64,000 કોરોના પોઝિટિવ કેસો : 5,000 ના મોત : 9,357 લોકો સાજા થયા access_time 12:25 am IST

  • ભારતમાં ૧૮ જાન્યુઆરીથી ૨૩ માર્ચ વચ્ચે ૧૫ લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરો વિદેશથી ભારતમાં આવ્યા છે : આ ખૂબ જ ગંભીર બાબત જણાવાઈ રહી છે (ન્યુઝ ફર્સ્ટનો હેવાલ) access_time 3:27 pm IST

  • બ્રિટિશ આરોગ્ય પ્રધાન પણ કોરોનમાં સપડાયા : બ્રિટિશ આરોગ્ય પ્રધાન મેટ્ટ હેન્કોકને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ પૂર્વે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનને પણ કોરોના પોઝિટિવ આવેલ access_time 6:55 pm IST