Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

દૂરદર્શન પર કાલે સવારે 9 વાગે પ્રસારિત થશે રામાયણ : કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય

90ના દાયકામાં ઈતિહાસ સર્જનારા સૌથી લોકપ્રિય ટીવી શો રામાયણ અને મહાભારત પુન : પ્રસારણ

નવી દિલ્હી : 90ના દાયકામાં ઈતિહાસ સર્જનારા સૌથી લોકપ્રિય ટીવી શો રામાયણ અને મહાભારત લોકડાઉનની વચ્ચે લોકોને મનોરંજન પીરસવા માટે ફરી એક વખત નાના પડદા પર જોવા મળશે. પ્રકાશ જાવડેકરે આ જે ટ્વીટ કરીને માહિતી આપી છે કે, શનિવાર 28 માર્ચથી રામાયણનું ફરી પ્રસારણ થશે. પ્રથમ એપિસોડ સવારે 9 વાગે અને બીજો એપિસોડ રાતે 9 વાગે આવશે

 . આ સીરિયલ સમયે દર્શકો ટીવી સામે બેસી જતા હોવાથી દેશમાં ઘણા ભાગમાં સ્વયંભૂ કરફ્યુ જેવી સ્થિતિ જોવા મળતી હતી. આ બે સિરિયલોની લોકપ્રિયતાની તોલે કદાચ બીજો કોઈ ટીવી શો નહી આવે. એટલે સરકારે ફરી આ સીરિયલો શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

  હવે જ્યારે લોક ડાઉનમાં લોકો ઘરોમાં કેદ છે ત્યારે સોશ્યલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી આ બે સિરિયલને ફરી દર્શાવવાની ડીમાન્ડ ઉઠી છે. જેને લઈને પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે કહ્યુ છે કે, આ સંદર્ભમાં વાત ચાલી રહી છે અને જેની પાસે આ બે ધારાવાહિકના રાઈટસ છે તેમની સાથે વાત કરીને અપડેટ આપવામાં આવશે.

 સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ કહ્યુ છે કે, દૂરદર્શન પર લોકોના ફેવરીટ શો રામાયણ અને મહાભારત પાછા ફરશે. આજે પ્રકાશ જાવડેકરે આ બાબતે જાહેરાત પણ કરી દીધી છે

(11:48 am IST)