Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ગુજરાતની વધુ ચાર સહીત દેશની 35 પ્રાઇવેટ લેબમાં પણ કોરોના વાયરસની થશે તપાસ : 4500 રૂ, ચૂકવવા પડશે

કોરોનાની તપાસ માટે સરકારે 109 લેબ બનાવી: 35 પ્રાઇવેટ લેબને મંજૂરી

નવી દિલ્હી : દેશમાં કોરોનાની તપાસ માટે સરકારે 109 લેબ બનાવી છે. આ ઉપરાંત 12 વધુ લેબ બનાવવાની યોજના છે. આમ દેશમાં 121 સરકારી લેબમાં કોરોનાની તપાસ થઇ શકે છે. જોકે દેશની વસ્તીના હિસાબે આ સંખ્યા ઓછી છે. એવામાં સરકારે પ્રાઇવેટ લેબ સાથે હાથ મિલાવ્યા છે.

   સરકારની તરફથી 35 પ્રાઇવેટ લેબને મંજૂરી આપવામાં આવી છે, જ્યાં કોરોના વાયરસની તપાસ કરી શકો છો. તેમા દિલ્હીમાં 6, ગુજરાતમાં 4, હરિયાણામાં 3, કર્ણાટકમાં 2, મહારાષ્ટ્રમાં 9, ઓરિસ્સામાં 1, તમિલનાડુમાં 4, તેલંગાણામાં 5, અને પશ્ચિમ બંગાળમાં 1 પ્રાઇવેટ લેબમાં આપ તપાસ કરી શકો છો. તેના માટે આપે 4500 રૂપિયા ચૂકવવા પડશે

 ગુજરાતમાં યુનિપથ સ્પેશિયલ્ટી લેબોરેટરી લિમિટેડ, 102, સનોમા પ્લાઝા, પરિમલ ગાર્ડની સામે, જેએમસી હાઉસની સામે, એલિસબ્રીજ, અમદાવાદ,સુપરટેક માઇક્રોપેથ લેબોરેટરી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પ્રા.લી, કેદાર બિલ્ડીંગ, કૃપા પેટ્રોલ પંપ, પરિમલ ગાર્ડન, અમદાવાદ, એસ.એન. જેનલેબ પ્રા.લી, પ્રેસિડેન્ટ પ્લાઝા-A, મહાવીર હોસ્પિટલ પાસે, નાનપુરા, સુરત, પેનજેનોમિક્સ ઇન્ટરનેશનલ પ્રા. લી, એલિસબ્રીજ, અમદાવાદ છે 

(11:45 am IST)