Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ખડખડાટ હસવાથી કોરોના વાઇરસનો ચેપ લાગે છે

નવી દિલ્હી તા. ૨૭ : કોરોના વાઇરસથી આખી દુનિયામાં અત્યાર સુધીમાં ૧૯,૦૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે અને મોટી સંખ્યામાં લોકો સંક્રમણમાંથી પસાર થઈ રહ્યા છે. કોરોનાના વધતા કેરને જોતાં તેને ફેલાતો રોકવા માટે તમામ પ્રકારના સતત રિસર્ચ થઈ રહ્યા છે.

આ કડીમાં આઇસીએમઆર અને એમ્સજીએ સાથે મળીને પોતાના નવા રિસર્ચના આધાર પર નવી ગાઇડલાઇન રજૂ કરી છે. નવા રિસર્ચમાં દાવો કરાયો છે કે જોરથી હસવાથી પણ કોરોના વાઇરસના ફેલાવાનો ખતરો ઊભો થયો છે.

નવા રિસર્ચ પ્રમાણે કહ્યું છે કે સંક્રમિત વ્યકિત દ્વારા જોરથી હસવા પર પણ કોરોના વાઇરસ સ્વસ્થ લોકોને પોતાની ઝપટમાં લઈ શકે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઇસીએમઆર અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના ડોકટરની સાથે મળીને કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે ગાઇડલાઇન્સ તૈયાર કરી છે.

રિસર્ચર્સનું કહેવું છે કે સંક્રમિત શખસ જોરથી હસે તો પણ કોરોના વાઇરસ ફેલાવાનો ખતરો ઊભો થઈ શકે છે. જોકે કોરોના સંક્રમિત શખસ જોરથી હસે તો વાઇરસ ડ્રોપલેટના માધ્યમથી બહાર નીકળે છે, જેનાથી આસપાસના લોકો તેની ઝપટમાં આવ્યા તો તેઓ પણ સંક્રમિત થવાનો ખતરો હોઈ શકે છે.

(11:37 am IST)