Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

અમેરીકામાં બનાવાયો કડક નિયમ

કોરોના વાયરસનો ખતરો વધારનારાને હવે મનાશે 'આતંકી': આજીવન કેદની જોગવાઇ

વોશીંગ્ટન, તા.,ર૭: અમેરીકામાં કોરોના વાયરસ સામે નિપટવા માટે બનાવાયેલ નિયમોને અવગણનાર લોકો પર હવે ન્યાય વિભાગ કડક બન્યું છે. નવા આદેશ હેઠળ વાયરસનું જોખમ બીજા સુધી પહોંચાડનારાઓને હવે અહી આતંકવાદી ગણવામાં આવશે. સીએનએન અનુસાર, ડેપ્યુટી એટર્ની જનરલ જેફરી રોસેને કહયું કે જાણી જોઇને આ વાયરસ ફેલાવી રહેલા લોકોને આતંકવાદી માનીને કાર્યવાહી કરવામાં આવશે. તેણી બીજાને સંક્રમીત કરવાનું કામ જાણી જોઇને કર્યુ છે તેવું માની લેવામાં આવશે. નવા નિયમ હેઠળ આરોપ સાબીત થાય તો આજીવન કારાવાસની પણ જોગવાઇ છે.

એક લેખીત આદેશમાં આવુ કરનારાઓને બાયોલોજીકલ એજન્ટ માનવામાં આવશે. ન્યાય વિભાગ હેઠળ આવતી બધી એજન્સીઓને આ આદેશ આપતા કહયું છે કે આવી કોઇ પણ વ્યકિતને દેશમાં આતંકવાદ ફેલાવવાના આરોપ હેઠળ ગિરફતાર કરવામાં આવશે. આદેશમાં તેમણે એમ પણ કહયું છે કે અમેરીકન નાગરીકો હવે આવા બેપરવા લોકોને જે આ વાયરલને હથીયાર બનાવી રહયા છે અને બીજાને મુશ્કેલીમાં મુકી રહયા છે તેમને કોઇ સંજોગોમાં સાંખી નહી લે. ઙ્ગ

ઉલ્લેખનીય છે કે અમેરીકામાં કોરોનાની ઝપટમાં અત્યાર સુધીમાં ૬૯ હજાર લોકો આવી ચુકયા છે. જયારે એક હજાર લોકોના મોત થઇ ચુકયા છે. સરકાર આ બાબતે અત્યંત ગંભીર છે પણ તેનાથી બેદરકાર લોકો અને એવા લોકો જે જાણી જોઇને બીજાને આનો શિકાર બનાવી રહયા છે તેઓ સરકારની મુશકેલીઓ વધારી રહયા છે.

અમેરીકામાં કેટલી  જગ્વ્યાઓએ આંશીક લોકડાઉન છે. સરકાર સતત સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમો માનવા પર ભાર મુકી રહી છે તેમ છતા પણ લોકો માનતા નથી. ન્યુયોર્કમાં ગત દિવસોમાં ભીડ-ભાડની તસ્વીરો જાહે થયા પછી નિયમોને વધુ સખત બનાવાયા હતા. પણ લોકો પર તેની અસર જોવા નથી મળતી. તો બીજી તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ તો માને છે કે સરકાર સામે આ વાયરસ સામે લડવાનો પડકાર બહુ મોટો છે તેમ છતા તે દેશમાં લોકડાઉન કરવા તૈયાર નથી. એમનું કહેવું છે કે આવુ કરીને તે દેશમાં આર્થીક મુશ્કેલીઓ નથી વધારવા માંગતા આ કારણો જ સરકારે નિયમોને વધુ સખત બનાવવા પડયા છે.

(11:36 am IST)