Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

તૈયાર થઇ કોરોના વાઇરસની વેકિસન

અમેરિકા ટૂંક સમયમાં સારવારની આપશે અનુમતી

ન્યૂયોર્ક તા. ૨૭ : દુનિયાભરમાં કોરોના વાઇરસના કારણે લોકોમાં ભય છે. જોકે હાલમાં રાહતના સમાચાર એ મળ્યા છે કે અમેરિકામાં કોરોના વાઇરસની વેકિસન તૈયાર થઈ ચૂકી છે. વૈજ્ઞાનિકોની ટીમે કોરોના વાઇરસને નાથવા માટે આ રસી બનાવી છે. આ વેકિસનનું ચાર દેશમાં ટ્રાયલ કરવામાં આવ્યું જેનું પરેણામ શાનદાર રહ્યું હતું. હવે અમેરિકી સરકાર ટૂંક સમયમાં એના ઉપયોગની મંજૂરી આપી શકે છે.

સેન્ટર ફોર ડિસિસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેશન અનુસાર અમેરિકી વૈજ્ઞાનિકોએ કલોરોકવીન અતે હાઇડ્રોકિસકલોરીકવીનના સંયોજનથી નવી રસી તૈયાર કરી છે. અમેરિકાના ફૂડ એન્ડ ડગ એડિમનિસ્ટ્રેશનએ આ રસીની ટ્રાયલ કરવાની મંજૂરી આપી હતી. આ ટ્રાયલ ચીન, દક્ષિણ કોરિયા, ફાનસ અને અમેરિકામાં સફળ રહી છે. જે દરદીઓને આ રસી આપવામાં આવી તેમનામાં સકારાત્મક પરિણામ જોવા મળ્યાં છે.

અમેરિકાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાઇરસને દૂર કરવા આ રસીથી મદદ મળશે. જોકે એફડીએ કોઈ પણ રસીને મંજૂરી આપે એ પ્રક્રિયામાં લાંબો સમય લાગે છે, પરંતુ હાલમાં જયારે કોરોના વૈશ્વિક પડકાર બની ચૂકયો છે ત્યારે થોડા જ દિવસોમાં એને મંજૂરી મળે એવું અનુમાન છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સાસને નાથવામાં પણ આ રસીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ વખતે એમાં કોરોના વાઇરસના જેનેટિકલ કોડ પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસ સાર્સ રોગનું જ વધારે ખરાબ સ્વરૂપ છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલલના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે જો આ રસીને એફડીએ મંજૂરી આપશે તો ભારત પણ એને તરત મગાવી એનો ઉપયોગ શરૂ કરી દેશે. જોકે ભારતમાં પણ એની મંજૂરીની પ્રોસેસમાં સમય લાગશે, પરંતુ આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા પ્રયત્ન કરવામાં આવશે.

(11:34 am IST)