Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

આંકડાઓમાં ભારતની સ્થિતિ અન્ય દેશો કરતા અનેકગણી સારી દર્શાય છે

નવી દિલ્હી તા. ૨૭: વિશ્વના ર૦૦ દેશોમાં કોરોના પ્રસર્યો છે ત્યારે પ્રથમ પ૦ દેશોનું કોરોના પોઝીટીવ કેસોનું એનાલીસીસ કરીએ તો ૭૧૬ કેસ સાથે ભારત એકટીવ કોરોના કેસોમાં ૪૦ માં નંબરે છે.

વિશ્વમાં ગઇરાત સુધીમાં નવા થયેલા કોરોના પોઝીટીવ કેસમાં પ૯ એકટીવ નવા કેસો સાથે ભારતનો રપમો ક્રમાંક છે.

જયારે ૧પ મૃત્યુ સાથે વિશ્વમાં ભારત મૃત્યુદરમાં ર૮ માં ક્રમે છે.

૪પ કેસો સાજા થવા સાથે કોરોના રીકવરીમાં ભારત ર૬ માં ક્રમે છે.

૬પ૭ એકટીવ પોઝીટીવ કેસ સાથે વિશ્વના પોઝીટીવ કોરોના કેસમાં ભારત ૪૧ માં નંબરે છે.

ભારતમાં દર ૧૦ કરોડની વસતીએ એક મૃત્યુ થયેલ છે અને દર પાંચ લાખની વસતીએ ૧ કેસ હોવાનું રેકોર્ડ પરથી જાણવા મળે છે. જયારે ભારતમાંં અત્યારના તબક્કે(ર૬/૩/ર૦ર૦ સાંજે ૭ વાગે) સરેરાશ દર ૧૦ લાખની વસતીએ ૦.૦૧ મૃત્યુ કોરોનાના અને દર ૧૦ લાખે ૦.પ કોરોના પોઝીટીવનો કેસ છે.

આપણા કરતા આ દ્રષ્ટિએ અન્ય દેશોની સ્થિતિ ખૂબ ખરાબ અને દયાજનક છે.

ઇટાલીમાં દર ૧૦ લાખે ૧ર૪ મૃત્યુ અને ૧ર૩૦ કેસ છે. કુલ ૭૪૩૮૬ છે.

ત્રીજા ક્રમે સ્પેન આવે છે. જયાં દર ૧૦ લાખે ૮૭ મૃત્યુ અને ૧૦ લાખે ૧ર૦ર કેસ કોરાનાના છે. કુલ કેસ પ૬૧૮૮ કેસ છે.

ચીનમાં દર ૧૦ લાખે ર મૃત્યુ નોંધાયા અને દર ૧૦ લાખે પ૬ કેસ થયા.

ઇટાલીમાં તેની વસતીમાં ૧૦ લાખે ૧ર૪ મૃત્યુ અને ૧ર૩૦ કેસ દર ૧૦ લાખે થયા.

યુ.એસ.એે. તેની વસતીમાં દર ૧૦ લાખે ૩ મૃત્યુ અને દર ૧૦ લાખે ર૦૮ કેસ છે.

યુ.કે.માં તેની વસતીના પ્રત્યેક ૧૦ લાખે ૭ મૃત્યુ છે. જયારે દર ૧૦ લાખે કેસ ૧૪૦ છે.

જર્મનીનો આંક જોઇએ તો દર ૧૦ લાખે ૩ મૃત્યુ થયા છે અને ૪૭ર કોરોના પોઝીટીવ કેસ થયા.

ઇરાનની હાલત જોઇએ તો દર ૧૦ લાખે મૃત્યુ દર ર૭ છે. જયારે દર ૧૦ લાખની વસતીએ ૩પ૦ કોરોના પોઝીટીવના કેસ છે.

ફ્રાન્સની સ્થિતિ જોઇએ તો દર ૧૦ લાખની વસતીએ ર૦ મૃત્યુ અને ૩૮૭ કેસો પોઝીટીવ કોરોનાના છે.

સ્વીઝરલેન્ડમાં સ્થિતિ ખરાબ છે. દર ૧૦ લાખે ર૦ મોત અને ૧૩૦૮ કેસ છે.

પાકિસ્તાનમાં દર ૧૦ લાખે ૦.૪ મૃત્યુ આંક છે અને દર ૧૦ લાખે માત્ર પ કેસ છે. આમ કોરોનાના જોખમને સમગ્ર રીતે મુલવીએ તો હાલના તકે ભારતની સ્થિતિ વિશ્વના અન્ય દેશો કરતાં ખૂબ સારી છે.

(11:31 am IST)