Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

હાય હાય...૨૦૨૦-૨૧માં જીડીપી ઘટીને ૨.૬ ટકા થશે

એસબીઆઈ ઈકોરેપનો ધડાકોઃ લોકડાઉનના કારણે ૮.૦૩ લાખ કરોડનું નુકશાન થશે

નવી દિલ્હી, તા. ૨૭ :. કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યો છે તેથી આવતા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં આર્થિક વૃદ્ધિ દર ઝડપથી ઘટીને ૨.૬ ટકા પર આવી શકે છે. એસબીઆઈ રીસર્ચના રીપોર્ટ અનુસાર ૨૦૧૯-૨૦માં જીડીપી વૃદ્ધિ દર પણ ૫ ટકાથી ઘટીને ૪.૫ ટકા રહી શકે છે. આનુ કારણ ચાલુ નાણાકીય વર્ષમાં ચોથા ગાળામાં જીડીપી વદ્ધિ દર ૨.૫ ટકા રહેવાનુ અનુમાન છે. રીપોર્ટ અનુસાર લોકડાઉનને જોતા અનુમાન છે જીડીપી વૃદ્ધિ દર ૨૦૨૦-૨૧માં ૨.૬ ટકા પર આવી શકે છે. રીપોર્ટ અનુસાર બંધના કારણે બજાર મૂલ્ય આધાર પર ઓછામા ઓછા ૮.૦૩ લાખ કરોડનું નુકશાન થશે. જ્યારે આવકના મામલામાં ૧.૭૭ લાખ કરોડની ઘટ થઈ શકે છે તો પૂંજી આવકમા ૧.૬૫ લાખનું નુકશાન થઈ શકે છે. સૌથી વધુ નુકશાન કૃષિ, પરિવહન, હોટલ, વેપાર અને શિક્ષણ ક્ષેત્રે થશે.

(11:29 am IST)