Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

પાંચમાં અઠવાડીયે નબળો પડી જાય છે કોરોના વાયરસ

ત્રીજા અઠવાડીયે હાહાકાર મચાવે છે : એક સ્ટડી

નવી દિલ્હી, તા. ર૭ : કોરોનાના કારણે વડાપ્રધાને આખા દેશને ર૧ દિવસ માટે લોકડાઉન કર્યો છે., પણ ર૧ દિવસ જ શું કામ ? તેની પાછળનું કારણ એ છે કે આ વાયરસ ત્રીજા અઠવાડીયે હાહાકાર મચાવે છે. લોકોમાં એ ન ફેલાય, એટલે તેમને ઘરોમાં રહેવાનું કહેવાયું છે.

સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડીસીન વિભાગના વડા ડોકટર જુગલકિશોરનું કહેવું છે કે અત્યાર સુધીના અભ્યાસમાં એ જાણવા મળ્યું છે કે, ત્રીજા અઠવાડીયામાં આ વાયરસ સૌથી ખતરનાક હોય છે. પાંચમા અઠવાડીયા પછી તે નબળો પડી જાય છે. આ ઉદ્ેશથી ર૧ દિવસનું લોકડાઉન કરાયું છે.

ડોકટર જુગલકિશોરે જણાવ્યું કે જે જે દેશોમાં આ વાયરસ મહામારીનું રૂપ લઇ ચૂકયો છે અને તેનાથી લોકો હેરાન થયા છે ત્યાંના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ વાયરસ કેવી રીતે તબાહી મચાવે છે. ત્રીજા અઠવાડીયામાં સૌથી વધારે ઝડપથી કોરોનાનું સંક્રમણ થાય છે. તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે એ બહુજ જરૂરી પગલું છે. અલગ અલગ રાજયોમાં આ વાયરસ એક જ સમયે નથી પહોંચ્યો એટલે હજુ અહીંયાનો ટ્રેન્ડ જાણી નથી શકાયો.

ડોકટર જુગલકિશોરે જણાવ્યું કે આનું બીજુ પાસુ છે. વાયરસથી સામાન્ય લોકોને બચાવવા અને સંક્રમિત લોકોની ઓળખ કરીને તેમનો ઇલાજ કરવો. તેમણે કહ્યું ક વાયરસનો સમય ૧૪ દિવસનો છે. આ દરમ્યાન કોઇ વ્યકિતમાં કોરોનાના લક્ષણ દેખાય છે તો કેટલાકમાં નથી પણ દેખાતા. બન્નેને કવર માટે ર૧ દિવસ પૂરતા છે. આ સમયગાળામાં જો બધા લોકો પોત-પોતાના ઘરોમાં લોકડાઉન રહે તો તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે ૧૪ દિવસોમાં સંક્રમિત લોકોમાં તેના લક્ષણો દેખાશે. તેમને ઇલાજ માટે લઇ જવાશે. તેમની તપાસ થશે તો સંક્રમિત છે કે નહીં તે જાણી શકાશે. તેના કારણે સંક્રમણ ફેલાવવા અંગે પણ સહેલાઇથી જાણ થઇ શકશે.

(11:28 am IST)