Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરોનાનું અમેરિકામાં તાંડવ : ન્યૂયોર્કમાં ૧ દિ'માં ૧૦૦ના મોત

મૃત્યુઆંક ૧૦૭૩ : ન્યૂયોર્ક શહેરમાં જ કુલ ૩૮૫ના મોત : 'સુપરપાવર' લાચાર : ૮૫૦૮૮ પોઝીટીવ કેસ : ન્યૂયોર્કની હાલત અત્યંત ભયાનક : ન બેડ - ન વેન્ટીલેટર - ન સ્ટાફ

વોશિંગ્ટન તા. ૨૭ : કોરોના વાયરસે સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે અને મોટા મોટા દેશના પાયા હલબલાવી નાખ્યા છે. સુપર પાવર ગણાતુ અમેરિકા બહુ જ ખરાબ સ્થિતિમાં છે એટલું જ નહિ તેની પોલ પણ વિશ્વ સમક્ષ ખુલી રહી છે. અમેરિકામાં ન્યૂયોર્કમાં ગઇકાલે ૧ દિવસમાં ૧૦૦ના મોત કોરોનાને કારણે થયા છે. અમેરિકામાં મોતનો આંકડો ૧૦૭૩નો થયો છે એકલા ન્યુયોર્કમાં ૩૮૫ લોકોના મોત થયા છે. ન્યૂયોર્કમાં કોરોનાના ૩૭૨૫૮ કેસ સામે આવ્યા છે. અમેરિકામાં ૮૫૦૮૮ કેસ પોઝીટીવ છે. ૩૩ કરોડની વસ્તી ધરાવતા અમેરિકાએ કોરોનાના દર્દીના મામલે ચીન - ઇટાલીને પાછળ રાખી દીધા છે. ઇટાલીમાં ૮૦૫૩૯ અને ચીનમાં ૮૧૨૮૫ કોરોનાના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. ન્યૂયોર્ક મુખ્ય કેન્દ્ર તરીકે ઉપસી આવ્યું છે.

ન્યૂયોર્કની સ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાંના ગવર્નર કાઓમોએ ટ્રમ્પ સરકારની ટીકા કરી છે. હલ્થ ઇન્ફ્રા. અત્યંત ખરાબ છે અહિં જરૂરીયાત મુજબના નથી બેડ કે નથી સ્ટાફ કે નથી વેન્ટીલેટર ૩૦,૦૦૦ વેન્ટીલેટરની જરૂરીયાત સામે છે માત્ર ૪૦૦.

ન્યૂયોર્ક બીમારીના એક મુખ્ય કેન્દ્ર તરીકે બહાર આવ્યું છે. વિશાળ કન્વેન્શન સેન્ટરને હોસ્પિટલમાં તબદીલ કરાઇ છે.

અમેરિકામાં વિશ્વભરમાં પોતાના સૈનિકોની અવર-જવર અટકાવી દીધી છે. ૧૦ કરોડથી વધુ અમેરિકનો બંધ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે.

આ તાજા આંકડા વિશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે સંખ્યામાં એટલા માટે પણ વધારો થઈ રહ્યો છે કેમ કે અમે ટેસ્ટિંગ ઘણું વધારી દીધું છે. ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસે કહ્યું કે કોરોનાવાઈરસનો ટેસ્ટ હવે ૫૦ રાજયોમાં ઉપલબ્ધ છે, જયાં આખા દેશમાં ૫૫૨૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જયારે ડોનાલ્ડ ટ્મર્પે ચીનના આંકડા પર પણ શંકા જતાવી છે. તેમણે કહ્યું કે ચીનની અસલી સંખ્યા કેટલી છે તમને ખબર નથી. ટ્રમ્પે કહ્યું કે પ્રેસિડેન્ટ શી જિનપિંગ સાથે ફોન પર વાત કરશે.

ચીનથી શરૂ થયેલા કોરાના વાયરસે (usa)અમેરિકા અને યુરોપમાં ભરડો લીધો છે. ચોંકાવનારી બાબત એ છે કે યુરોપમાં અત્યાર સુધીમાં અઢી લાખથી વધારે કેસ નોંધાયા છે અને તમામ યુરોપિયન દેશો જીવલેણ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. યુરોપમાં સૌથી વિપરિત અસર ઈટાલી, સ્પેન, જર્મની, ફ્રાન્સમાં થઈ રહી છે. ઇટાલીમાં ૭૫ હજાર જયારે સ્પેનમાં ૫૬ હજાર કેસ નોંધાયા છે. એશિયામાં કેસની સંખ્યા ૧ લાખ ઉપર નોંધાઈ છે. વૈશ્વિક મૃત્યુઆંક ૨૨ હજાર ઉપર પહોંચી ગયો છે, જયારે વિશ્વમાં કુલ કેસ ૪.૯૦ લાખથી વધારે થયા છે. સાજા થયેલા દર્દીની સંખ્યા પણ ૧.૧૮ લાખથી વધારે છે.

(11:26 am IST)
  • દિલ્હીમાં કોઈ ભૂખ્યું નહીં રહે : રોજ 2 લાખ લોકોને જમાડશે સરકાર : 25 સ્કૂલોમાં રસોડા ચાલુ : યોગ્ય અંતર રાખવાનું રહેશે : અન્ય રાજ્યોમાંથી આવેલા લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી : અમારી પાસે બધી વ્યવસ્થા છે : કોરોના વાઇરસના સંભવિત દર્દીઓને પહોંચી વળવા નવી હોસ્પિટલો પણ તૈયાર થઇ રહી છે : મુખ્યમંત્રી કેજરીવાલની પત્રકાર પરિષદમાં ઘોષણાં access_time 1:31 pm IST

  • રાજકોટમાં ૩૨ ડિગ્રી : રાજકોટઃ શહેરમાં ગઈકાલે ઠંડા વાતાવરણ વચ્ચે ૩૦ ડિગ્રી તાપમાન નોંધાયેલઃ જયારે આજે બપોરે ૩ વાગે ૩૨ ડિગ્રી ઉષ્ણતામાન વચ્ચે ૧૪ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે access_time 4:17 pm IST

  • રિઝર્વ બેન્કે આપણી અર્થ વ્યવસ્થા સુરક્ષિત રાખવા માટે મોટા પગલા લીધા : નરેન્દ્રભાઈ : કોરોના વાયરસની અસરથી આપણી અર્થવ્યવસ્થાને સુરક્ષિત રાખવા આજે રિઝર્વ બેન્કે મોટા પગલાઓ લીધા છે : આ જાહેરાતોથી લિકવીડીટીમાં સુધારો થશે, ફંડની કિંમતો ઘટશે જેનાથી મધ્યમ વર્ગ અને ધંધાને મદદ મળશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી access_time 4:18 pm IST