Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરોનાનો મૃત્યુઆંક વધીને 19એ પહોંચ્યો : આજે વધુ 4 મોત થયા : કુલ કેસો દેશમાં 719 થયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસે છેલ્લા 16 દિવસમાં 19 જીવ લીધા છે,719 થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે,ગઈકાલે મધ્યપ્રદેશ,ગુજરાત,તામિલનાડુમાં પ્રથમ મૃત્યુ થયા છે આ પહેલા મહારષ્ટ્રમાં 9 દિવસમા કોરોનાના આતંકમાં 4ના મોત થયા છે,કોરોનાનો કહેર 27 રાજ્યોમાં ફેલાઈ ચુક્યો છે ઇન્દોરમાં 35 વર્ષના એક દર્દીનું મૃત્યુ છે દેશમાં આટલી નાની ઉંમરની પ્રથમ મૃત્યુ નોંધાયું છે

મોટાભાગના મૃત્યુ 65 વર્ષથી ઉપરની વયના થયા છે

મૃયુ પામનાર 9 લોકોને બ્લડપ્રેસર કે ડાયાબિટીસની બીમારી હતી અને એક 35 વર્ષનાને અબ્દ કરતા બાકીના તમામ 63 થી 70 વર્ષના છે

(12:00 am IST)
  • ગુજરાતના ગોધરા, વડોદરા, અમદાવાદ, દાહોદ, સુરત, રાજકોટ, મોરબી, જામનગર, જૂનાગઢ, કચ્છ, પોરબંદરમાં સીઆરપીએફ તૈનાત : કોરોના સંદર્ભે દેશભરમાં લોકડાઉન જાહેર કર્યુ છે, તેમ છતાં કેટલાક શહેરોમાં લોકો ગંભીરતા સમજ્યા વગર ચાલુ દિવસોની માફક સામુહિક રીતે ખરીદીમાં નિકળી પડે છે. એટલુ જ નહિં જે ડીસ્ટન્સ રાખવુ જોઈએ તેવું (એક મીટર) કરતાં નથી. પોલીસ સાથે ઉગ્ર દલીલો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કર્ફયુ વગર લોકોને કંટ્રોલ કરવા અર્ધ લશ્કરી દળો તૈનાત કરવાનો રાજયના પોલીસ વડાએ નિર્ણય કર્યો છે. પ્રાપ્ત થતા નિર્દેશો મુજબ વડોદરામાં વણસી જતી પરીસ્થિતિને કન્ટ્રોલ કરવા પોલીસ કમિશ્નરશ્રી ગેહલોતે પોલીસ - સ્થાનિકો વચ્ચેનો સંઘર્ષ અટકાવવા માટે રેપીડ એકશન ફોર્સની એક ટુકડી તૈનાત કરાયાનું બહાર આવ્યુ છે. access_time 4:16 pm IST

  • સુરતમાં જે પરિવારોને કોરેન્ટાઈન કર્યા છે તે તમામનું લોકેશન જાણવા ખાસ એપ શરૂ કરવામાં આવી : સુરત બાદ આ એપ હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં શરૂ કરાશે : હાલમાં ૨૦ હજાર જેટલા પરિવારો કોરેન્ટાઈન હેઠળ છે : આ એપનું નામ છે 'ડોકટર ટેકો એપ' છે : ખાનગી તબીબોએ તેમની પાસે આવતા કોરોનાના દર્દીઓને આ માહિતી એપ ઉપર આપવાની રહેશે access_time 1:07 pm IST

  • યુદ્ધના મોડમાં મોદી કેબીનેટ : દરેક પ્રધાનોને અલગ - અલગ રાજયનો હવાલો : કોરોના સામે વિશ્વ યુદ્ઘની જેવી તૈયારી : કેન્દ્ર સરકારે કેબિનેટ મંત્રીઓને અલગ અલગ રાજયોની જવાબદારી સોપી : કેન્દ્ર સરકાર અને પીએમ મોદી કોરોના વાઈરસ સાથેની લડાઇમાં કોઈ કસર છોડશે નહીં : કેન્દ્ર અને રાજય વચ્ચે સારા સંકલનની સાથે પરિસ્થિતી પર કેબિનેટ મંત્રીઓ સારી રીતે ધ્યાન રાખશે access_time 1:08 pm IST