Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરોના વાયરસ વિરુદ્ધ જંગ: G20 દેશોની ઓનલાઇન ઇમરજન્સી બેઠક શરૂ : વડાપ્રધાન મોદી પણ જોડાયા

કોરોના વાયરસની સારવાર અને તેની અસર ઓછી કરવાના ઉપાય પર ચર્ચા

નવી દિલ્હી: કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારી સામે જંગ કેવી રીતે જીતી શકાય, તેના સમાધાન માટે G20ની ઇમરજન્સી બેઠક શરૂ થઇ છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી પણ વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા હાજર છે. કોરોના સંક્રમણના લીધે આ વખતે સંમેલન વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા થઇ રહ્યું છે. એટલા માટે તેને જી-20 વર્ચુઅલ સમિટ નામ આપવામાં આવ્યું છે

 આ વખતે સાઉદી અરબ જી-20 સંમેલનનું આયોજન કરી રહ્યો છે. એમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે કોવિડ-19 મહામારીનો સામનો કરવામાં જી-20 એક મહત્વપૂર્ણ રોલ ભજવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આજની બેઠકમાં કોરોના વાયરસની સારવાર અને તેની અસર ઓછી કરવાના ઉપાય પર ચર્ચા થશે.

પીએમ મોદીએ કહ્યું હતું કે તે આજે આ મુદ્દે અસરકારક અને લાભકારી ચર્ચાની આશા કરી રહ્યા છે. જી-20 બેઠક દરમિયાન કોરોના વાયરસની સારવારને લઇને વ્યાપક ચર્ચા થઇ રહી છે

. અત્રે ઉલ્લેખનીય છે કે જી-20 શિખર સંમેલનમાં 19 ઔદ્યોગિક દેશ અને યૂરોપિયન યૂનિયન ભાગ લઇ રહ્યા છે.

(12:00 am IST)