Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ભારત પોતાની રક્ષા કરવા માટે જરૂરી તમામ પગલાં લેશે એર સ્ટ્રાઇક અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સ્પષ્ટ વાત

 

જાગ્રેબ: દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે  પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે ભારત પોતાની રક્ષા કરવા માટે જરૂરી તમામ પગલાં લેશે

   અત્રે ઉલ્લેખનીય છે કે  પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ મોહમ્મદના ફિદાયીન આતંકીએ 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં 40 જવાનો શહીદ થયા હતાં. ત્યારબાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં જૈશના તાલીમ કેમ્પ પર આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યું હતું

(12:38 am IST)