Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે સ્ફોટક સ્થિતિ :બંને દેશો દ્વારા જબરજસ્ત બોમ્બિંગ :ગાઝામાં હામાસના ઠેકાણાઓ પર હુમલો

ઇઝરાયેલ પીએમ અને અમેરિકી રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાત : બેન્જામિન નેતન્યાહએ AIPAC ની વાર્ષિક કોન્ફરન્સને સંબોધન કાર્યક્રમ કર્યો કેન્સલ

 

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે સ્ફોટક સ્થિતિ સર્જાઈ છે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન એકબીજા પર બોમ્બિંગ કરી રહ્યા છે. ઇઝરાયલે ગાઝામાં હમાસના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ઇઝરાયલે 5 સેકન્ડમાં 2 વિસ્ફોટ કર્યા હજુ સુધી મૃતકોની સંખ્યા સામે આવી નથી.

 મળતી માહિતી પ્રમાણે, હુમલો સમયે થયો હતો જ્યારે વોશિંગ્ટનમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ રહી હતી. ઇઝરાયલી હુમલા અંગે ટ્રમ્પે કહ્યું કે, તેમણે આત્મરક્ષાનો અધિકાર છે. પહેલા સોમવારે પેલેસ્ટાઈને તેલ અવીવમાં રોકેટથી હુમલો કર્યો તો, જેમાં 7 લોકો ઘાયલ થયા હતા.

  જવાબી કાર્યવાહી બાદ વ્હાઈટ હાઉસે કહ્યું કે, ઇઝરાયલે પેલેસ્ટાઈન હુમલાનો યોગ્ય અને બળપૂર્વક જવાબ આપ્યો.હતો  ટ્રમ્પે કહ્યું કે, ઇઝરાયલને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે. નેતન્યાહૂએ કહ્યું કે, તેઓ ટ્રમ્પ સાથે મુલાકાત કરીને દેશ પરત ફરશે. તેમણે પ્રો-ઇઝરાયલ લોબી AIPACની વાર્ષિક કોન્ફરન્સને સંબોધિત કરવાનો કાર્યક્રમ કેન્સલ કર્યો છે

 

(10:53 pm IST)