Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

પીએમ મોદીની મિશન શક્તિની જાહેરાતથી આચાર સંહિતાનો ભંગ થયો કે નહિ ?:ચૂંટણી પંચ કરશે તપાસ

વડા પ્રધાન દ્વારા દેશનો સંબોધવાની ઘટના અંગે પંચનું ધ્યાન દોરાયું છે

 

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતે અવકાશમાં એક સેટેલાઇટને તોડી પાડવાની જાહેરાત કરી તેનાં પર અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. વડા પ્રધાન મોદીએ એન્ટિ સેટેલાઇટ મિશન શક્તિના સફળ પરીક્ષણની જાહેરાત કરી છે અને તેની ચૂંટણીપંચ તેની તપાસ કરશે તેવું નિવેદનમાં જાણવા મળે છે.

ચૂંટણીપંચે જણાવ્યું છે કે વડા પ્રધાન દ્વારા દેશનો સંબોધવાની ઘટના અંગે પંચનું ધ્યાન દોરવામાં આવ્યુ છે. અંગે આચારસંહિતાનો ભંગ થયો છે કે નહીં તેની તાત્કાલિક તપાસ કરવાનો અધિકારીઓની સમિતિને નિર્દેશ આપવામાં આવ્યો છે.

ભારતીય ચૂંટણીપંચના અધિકૃત પ્રવક્તા શૅફાલી શરણે અંગે ટ્ટીટ કરીને માહિતી આપી છે.

(10:51 pm IST)