Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

અભિનેતા રાજપાલ યાદવ જેલમુક્ત :કહ્યું અમુક લોકોએ વિશ્વસઘાત કર્યો :કેટલાકે મારા ભરોસાનો દુરુપયોગ કર્યો

રાજપાલે કહ્યું હું વહેલી તકે 'ટાઈમ ટુ ડાંસ' ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ

મુંબઈ ;ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવ જેલમમુક્ત થયો છે દેવું નહિ ચૂકવી શકવાના એક કેસમાં જેલની સજા ભોગવીને મુક્ત થયેલા અભિનેતા રાજપાલ યાદવે કહ્યુ છે કે લોકોએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. ફેબ્રુઆરીના અંતમાં મુક્ત થયેલા રાજપાલ યાદવનું કહેવુ છે કે અમુક લોકો જેના પર મે વિશ્વાસ કર્યો તેમણે જ મારા વિશ્વાસનો દૂરુપયોગ કર્યો. જો કે યાદવે કોઈનું નામ લેવા કે આના પર વધુ કંઈ કહેવાનો ઈનકાર કરી દીધો.

   રાજપાલે કહ્યુ, મને લાગે છે કે કાયદો બધાના માટે સમાન છે અને દેશના કાયદાથી કોઈ બચી નહિ શકે. એટલા માટે મે અદાલતના આદેશનું પાલન કર્યુ. રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્લી હાઈકોર્ટે નવેમ્બરમાં ત્રણ મહિના માટે જેલની સજા આપી હતી

  . આ કેસ 2010માં રાજપાલ યાદવની પાંચ કરોડની લોન લેવા સાથે સંકળાયેલો છે. ફેબ્રુઆરીના અંતમાં જેલમાંથી આવ્યા બાદ રાજપાલે કહ્યુ કે તે જૂની વાતોમાંથી બહાર આવી ગયો છે અને ફિલ્મોમાં કમબેક કરવા માટે ઉત્સાહિત છે.

રાજપાલે કહ્યુ કે હું વહેલી તકે 'ટાઈમ ટુ ડાંસ' ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ. આ ફિલ્મનું થોડુ જ શૂટિંગ બાકી છે. હું નિર્માતાઓ અને નિર્દેશકોનો આભારી છુ જેમણે મારા કમબેકની રાહ જોઈ. આ ઉપરાંત હું વધુ એક ફિલ્મ 'જાકો રાખે સાંઈયા' પણ કરી રહ્યો છુ. રાજપાલે જેલની જિંદગી પર કહ્યુ કે ત્યાં ઘણુ અનુશાસન હતુ અને અમારે બધાએ તેનુ પાલન કરવાનુ હતુ. હું મારા સાથી કેદીઓ સાથે વાત કરવાની કોશિશ કરતો હતો. હું તેમની સાથે એક સંવાદ સત્ર કરતો હતો જેનુ નામ 'રાજપાલની પાઠશાળા' રાખવામાં આવ્યુ હતુ. ત્યાં એક લાઈબ્રેરી હતી જ્યાં જઈને હું વાંચતો હતો.

(9:07 pm IST)