Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ટેલીવિઝન માટેના સેટ ટોપ બોક્સમાં પણ મોબાઇલ નંબર પોર્ટેબિલીટીની માફક સુ‌વિધા માટે વિચારણા

નવી દિલ્હી: જો તમે ડીટીએચ ઓપરેટર અથવા કેબલ પ્રોવાઇડરની સર્વિસથી સંતુષ્ટ નથી તો સમાચાર તમને જરૂર રાહત આપશે. ટૂંક સમયમાં મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP) ની માફક ડીટીએચ સર્વિસ પ્રોવાઇડરને પણ બદલી શકાશે. એમએનપી હેઠળ અત્યાર સુધી યૂજર્સને એક મેસેજના માધ્યમથી બીજા મોબાઇલ ઓપરેટરને સિલેક્ટ કરવાની વ્યવસ્થા છે. પરંતુ હવે ટૂંક સમયમાં ટેલીવિઝન દર્શકો સેટ ટોપ બોક્સ (એસટીબી) બદલ્યા વિના તમને ડીટીએચ અથવા કેબલ સર્વિસ પ્રોવાઇડરને બદલી શકશો.

ટ્રાઇના ચેરમેને આપી જાણકારી

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઇ)ના ચેરમેન આરએસ શર્માએ વિશે જાણકારી આપી. આરએસ શર્માએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે ગત બે વર્ષથી અમે સેટ ટોપ બોક્સને પણ ડીટીએચ અથવા કેબલ સર્વિસ પ્રોવાઇડર વચ્ચે આંતરિક રીતે કાર્ય કરવા લાયક બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સમસ્યાનો મોટો ભાગ ઉકેલાઇ ગયો છે, પરંતુ કેટલાક બિઝનેસ પડકારો બાકી છે. વર્ષના અંત સુધી તેને શરૂ કરવાની આશા છે. તેમણે કહ્યું કે કોઇ પ્રોડક્ટમાં ઇન્ટરઓપરેબિલિટીનો વિચાર આવવો જોઇએ પરંતુ પ્રોડક્ટનું પ્લાનિંગ કરતી વખતે કામ કરવું જોઇએ.

એમએનપીની માફક કામ કરશે સર્વિસ

અત્યાર સુધી જાણકારી અનુસાર ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર અને કેબલ ઓપરેટર બદલવાની સુવિધા બિલકુલ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (એમએનપી)ની માફક કામ કરશે. જે પ્રકારે અત્યારે તમે ટેલિકોમ કંપની બદલવા માટે રિક્વેસ્ટ કરો છો, તે પ્રકારે તમે ડીટીએચની સર્વિસ પ્રોવાઇડર કંપની પણ બદલી શકશો. ટ્રાઇ ગત કેટલાક સમયથી તેના પર કામ કરી રહી છે.

કાર્ડ બદલવાથી બદલાઇ જશે સર્વિસ પ્રોવાઇડર

અત્યારે સર્વિસ પ્રોવાઇડર એક સેટ-ટોપ બોક્સ માટે 1700 થી 2000 રૂપિયા સુધી ગ્રાહક પાસેથી લે છે. પૈસા નોન રિફંડેબલ હોય છે. કારણે ગ્રાહક પોતાના સર્વિસ પ્રોવાઇડરને બદલવા વિશે વિચારતા પણ નથી. નવા ફેરફાર બાદ ગ્રાહકોને ફક્ત એક કાર્ડ બદલવાની જરૂર પડશે અને તેનું જૂનું સેટ-ટોપ બોક્સ કામ કરતું રહેશે. તેના માટે ગ્રાહકોને કોઇપણ વધારાના પૈસા આપવા પડશે નહી.

(4:49 pm IST)