Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

વડાપ્રધાન મોદી ઇન્દોરથી ચૂંટણી લડે તે કેવું રહેશે ? : સુમિત્રા મહાજન

ઈન્દોર,તા.૨૭: લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને વડાપ્રધાન મોદીનુ નામ ઈન્દોર સીટ માટે આગળ ધરીને નવો રાજકીય પાસો ફેંકતા હાલ રાજકીય સ્તરે અનેક અટકળો શરૂ  થઈ ગઈ છે. જેમા સુમિત્રા મહાજને એવી ટકોર કરી હતી કે જો વડાપ્રધાન મોદી ઈન્દોર સીટ પરથી ચૂંટણી લડે તો કેવુ રહેશે? તેમના આવા નિવેદથી ભાજપના અન્ય નેતાઓ ચોંકી ગયા છે. જોકે પ્રદેશ ભાજપ કોર કમિટીએ આવા પ્રસ્તાવને પ્રદેશ સંગઠનમા મોકલવાનો ઈનકાર કરી દીધો છે.

ગઈકાલે ભાજપ કાર્યાલયમા મળેલી કોર કમિટીની બેઠકમાં સુમિત્રા મહાજન પણ હાજર હતા તેમણે બેઠક બાદ જણાવ્યુ હતુ કે ઈન્દોર સીટ ભાજપની પરંપરાગત સીટ છે. અહિથી વડાપ્રધાન મોદીને ચૂટણી લડાવવામા આવે તો કેવુ રહેશે.?  તેમના આવા નિવેદનથી રાજકીય સ્તરે અનેક અટકળો ચાલુ થઈ ગઈ હતી. જોકે તેમણે બાદમાં એવી સ્પષ્ટતા કરી હતી કે મે તો આ વાત મજાકમા કરી હતી. ભાજપ તરફથી અત્યારસુધીમા જાહેર કરવામા આવેલી ઉમેદવારોની યાદીમાં સુમિત્રા મહાજનનુ નામ નથી. પરતુ તેઓ તેમના સંસદીય મત વિસ્તારમાં સક્રિય છે. કમિટીની બેઠકમાં નકકી થયુ હતુ કે સુમિત્રા મહાજન દરેક મંડળના વોર્ડના પદાધિકારીઓ સાથેની બેઠકમા હાજરી આપે. આ તમામ બેઠકોનો દોર ૧૩ એપ્રિલ સુધી ચાલશે. તેથી સુમિત્રા મહાજન તરફથી કરવામા આવેલા આવા નિવેદનથી હાલ રાજકીય સ્તરે અનેક અટકળોનો દોર શરૂ  થઈ ગયો છે.

(3:48 pm IST)