Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

TMCના ૧૦૦ ધારાસભ્ય ટૂંકસમયમાં જોડાશે ભાજપમાં

ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થયેલા અર્જુનસિંહનો દાવો

નવી દિલ્હી તા. ૨૭ : લોકસભા ચૂંટણીની સૌથી રસપ્રદ લડાઇ આ વખતે પશ્વિમ બંગાળમાં લડવામાં આવી રહી છે. અહીંયા સીધી સ્પર્ધા ભાજપ અને ટીએમસીની વચ્ચે છે. તાજેતરમાં ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થયેલા અર્જુન સિંહનું કહેવું છે કે એના સંપર્કમાં મમતા બેનર્જીની પાર્ટીના આશરે ૧૦૦ ધારાસભ્ય છે જે પક્ષ બદલવા તૈયાર છે.ટીએમસીએ એમના આ નિવેદનને વધારે મહત્વના આપતાં એમને સૂચન આપ્યું છે કે એ કોઇ ડાઙ્ખકટરને મળે.ઙ્ગ

અર્જુન સિંહે કહ્યું કે ટીએમસીના આશરે ૧૦૦ ધારાસભ્ય ભાજપમાં સામેલ થવા માટે તૈયાર છે. એ નિયમિત રીતે ભાજપ નેતાઓના સંપર્કમાં છે, કેટલાક ધારાસભ્ય ચૂંટણી પહેલા તો કેટલાક ચૂંટણી પશ્ચાત ભાજપનો હાથ પકડશે.ઙ્ગ

પશ્ચિમ બંગાળના ભાટાપુરથી ધારાસભ્ય રહેલ અર્જુન સિંહનો ઉત્ત્।ર કલકત્ત્।ાથી લઇને નાદિયા સુધી ફેલાયેલા ક્ષેત્રમાં ખૂબ જ પ્રભાવ છે. એ પોતાના સ્થાનિક કનેકશનના કારણે કેટલીક ચૂંટણીમાં વ્પ્ઘ્ માટે ગેમ ચેન્જર રહ્યો હતો.ઙ્ગ

પશ્ચિમ બંગાળમાં કુલ ૪૩ લોકસભા સીટો છે. ભારતીય જનતા પાર્ટી આ વખતે બંગાળ પર ફોકસ કરેલો છે, આ કારણથી ભાજપ તરફથી બંગાળમાં આક્રમક વલણ અપવાનામાં આવી રહ્યું છે.ઙ્ગ

ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ કહી ચૂકયા છે કે એમનું લક્ષ્ય પશ્વિમ બંગાળમાં ૨૨દ્મક વધારે સીટો જીતવાનું છે. એના માટે એ પૂરી રીતે તૈયાર છે. ભાજપ તરફથી પશ્વિમ બંગાળની ઘણી સીટોના ઉમેદવાર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.ઙ્ગ

પશ્ચિમ બંગાળની ૪૨ લોકસભા સીટો પર સાત તબક્કામાં મતદાન થવાનું છે. અહીંયા ૧૧-૧૮-૨૩-૨૯ એપ્રિલ, ૬-૧૨-૧૯ મે વોટ નાંખવામાં આવશે.

(3:32 pm IST)