Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

કોઇએ માન્યુ ર૦૦૦ની નોટ બંધ થશે : કોઇએ માન્યુ દાઉદ-હાફિઝનો ઘડો લાડવો થયોઃ તો કોઇએ પાક. ઉપર નવી સર્જિકલ સ્ટ્રાઇક થઇ એવી જાહેરાત વડાપ્રધાન કરશે

મોદી કઇ જાહેરાત કરવાના છે ? દેશભરમાં અટકળોની આંધી ફુંકાઇ

નવી દિલ્હી, તા. ર૭ :  દેશમાં ચૂંટણીના ધમાસાણ વચ્ચે આજે સવારે વડાપ્રધાન મોદીના એક ટ્વિટે અચાનક જ હલચલ વધારી દીધી. રાજકીય ગરમાવા વચ્ચે આ ટ્વિટથી દરેક વ્યકિતને જાણવાની ઇચ્છા જાગી કે પીએમ નરેન્દ્ર મોદી આજે શું એલાન કરવાના છે. પી.એમ. ના આ સંદેશ બાદ દેશભરમાં લોકો તેના એલાનને સાંભળવા માટે ઉત્સુક નજર આવ્યા. અંદાજે એક કલાક સુધી અટકળો લગાવામાં આવી હતી કે પીએમની આ ઘોષણમાં આખેર કઇ વાતનો ઉલ્લેખ હોય શકે છે. અટકળો લગાવવામાં આવી રહી હતી કે દારૂદને મારી નાખવામાં આવ્યો તેમજ હાફિદ સઇને ઠાર કરાયો. તેમજ નોટંબંધીના સમયે મેરે પ્યારે દેશવાસીઓના અવાજે લોકોના હૃદયના ધબકારા વધારી દીધા હતા. તેવી જ રીતે અમુક લોકોને અટકળો લગાવી કે ર૦૦૦ની નોટ બંધ થઇ જશે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અંગે કોઇ જાહેરાત થશે.

પીએમમોદીએ સવારે ૧૧:ર૩ મિનિટે અચાનક એક ટ્વિટ કર્યુ તેમાં કોઇ મોટા એલાનના સંકેત આપ્યા. ત્યારબાદ સોશ્યલ મીડિયાથી માંડીને ટીવી સુધી લોકોની મીટ મંડાયેલી જોવા મળી. પીએમના ટ્વિટ આવતાની સાથે જ અલગ-અલગ સોશ્યલ મીડિયા અને પ્લેટફોર્મ અને ટેલિવિઝન ચેનલોને લોકો શોધવા લાગ્યા અગાઉ (નવેમ્બરે ર૦૧૬ના રોજ પીએમે જયારે આઠ વાગ્યે નોટબંધી) એલાન કર્યુ, તે સમયે પણ લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી.

(3:22 pm IST)