Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ઓરીસ્સામાં ચૂંટણી રેલીમાં ભાજપના નેતા સંબિત પાત્રા ભગવાન જગન્નાથજીની મૂર્તિ લઈને મંચ પર પહોંચ્યા:ચૂંટણીપંચમાં ફરિયાદ

કોંગ્રેસે સંબિત પાત્રા સામે આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો

ભાજપના નેતા સંબિત પાત્રા સામે ઓડિશા પ્રદેશ કોંગ્રેસ કમિટીએ ચૂંટણી કમિશનને ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસે સંબિત પાત્રા સામે ઓડિશાના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે સંબિત પાત્રાએ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ છે. સંબિત પાત્રા એક ચૂંટણી રેલી દરમિયાન ભગવાન જગન્નાથની મૂર્તિ લઈને મંચ પર દેખાયા હતા ત્યારબાદ કોંગ્રેસે તેમની સામે આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સંબિત પાત્રા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમને પૂરી સીટ પરથી પાર્ટીએ ટિકિટ આપી છે.ઓડિશામાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણી પણ થવાની છે એવામાં ભાજપ અને બીજુ જનતા દળ એક બીજા સામે સતત નિવેદનબાજી કરી રહ્યા છે.

(3:28 pm IST)