Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

રાહુલ ગાંધીની લઘુતમ આવક યોજના સામે સવાલ ઉઠાવતા નિતી આયોગના ઉપાધ્યક્ષને ચૂંટણી પંચે નોટિસ ફટકારી

ચૂંટણી પંચે રાજીવ કુમાર પાસેથી 2 દિવસમાં જવાબ માંગ્યો

dir="ltr">નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશના દરેક ગરીબોને દર મહિને 12000 રૂપિયા આપવાની ન્યૂનતમ આવકને સુનિશ્ચિત કરવાની જાહેરાત કરી તેના પર નીતિ આયોગના વીસીને ટિપ્પણી કરવી મોંઘી પડી છે ગઈ. ચૂંટણી પંચે નીતિ આયોગના વીસી રાજીવ કુમારને તેમના નિવેદન બદલ કારણ દર્શાવો નોટિસ મોકલી છે.
  ચૂંટણી પંચે કહ્યું કે નીતિ આયોગના વીસીનું નિવેદન આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. આચાર સંહિતા લાગુ થયા બાદ કોઈપણ સરકારી કર્મચારી સરકારના સમર્થનમાં નિવેદન ન આપી શકે, ચૂંટણી પંચે રાજીવ કુમાર પાસેથી 2 દિવસમાં જવાબ માંગ્યો છે. નીતિ આયોગના
  અત્રે ઉલ્લેખનીય છે કે રાજીવકુમારે ટ્વીટ કરી કોંગ્રેસના ન્યૂનતમ આવક યોજના પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે લખ્યું કે કોંગ્રેસ પાર્ટીએ 1971માં ગરીબી હટાવો, 2008માં ઓઆરઓપી, 2013માં ખાદ્ય સુરક્ષા બિલનો વાયદો કરી ચૂંટણી જીતી હતી પરંતુ તેઓ આ વાયદાઓ પૂરા નહોતા કરી શક્યા. કંઈક આવી જ રીતે અલોકપ્રિય પગલું છે ન્યૂનતમ આવક યોજના.
   અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે ન્યૂનતમ આવક પર કુલ ખર્ચ જીડીપીના 2 ટકા અને કુલ બજેટના 13 ટકા છે. એવામાં આ યોજના એ વાતને સુનિશ્ચિત કરશે કે લોકોની વાસ્તવિક જરૂરિયાતો પૂરી નહિ થઈ શકે.
(12:08 pm IST)