Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

તામિલનાડુમાં વાસણમાં ૨૫,૦૦૦ રૂપિયાનું ચિલ્લર લઇને ઉમેદવાર પહોંચ્યો નામાંકન કરવા

ચેન્નાઇ, તા.૨૭: તામિલનાડુની સાઉથ ચેન્નઇ સીટ પરથી અપક્ષ ઉમેદવાર કુપ્પાલજી દેવાદોસે અનોખા અંદાજમાં ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. નામાંકન દરમ્યાન સિકયોરિટી ડિપોઝિટ ભરવાની હોય એ રકમ તેમણે ચિલ્લરમાં એકઠી કરી હતી. કુપ્પાલજી કડાઇ જેવાં સ્ટલનાં બે-ત્રણ વાસણોમાં ૧૦, પ, ૨ અને ૧ રૂપિયાના સિકકામાં ૨૫૦૦૦ રૂપિયાની રકમ લઇને નામાંકન નોંધાવવા ગયેલા. આ રકમ ગણવા માટે અધિકારીઓને ઘણો લાંબો સમય ગયો અને એ દરમ્યાન ઉમેદવારભાઇએ સોશ્યલ મીડિયાનું જબરું અટેન્શન મેળવ્યું હતું.

(11:52 am IST)