Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ચુંટણીના સમયગાળામાં દેશભરમાંથી કુલ ૫૪૦ કરોડની સંપતિ જપ્ત

ગુજરાતમાંથી લગભગ રૂા.૬ કરોડની સંપતિ જપ્ત કરવામાં આવી

નવીદિલ્હી, તા.૨૭: લોકસભા ઇલેકશનના સમયગાળામાં ચુંટણી આચારસંહિતાનું કડકાઇથી પાલન થવું ખુબ જરૂરી હોય છે ત્યારે વિવિધ એજન્સીઓની કામગીરી ચાકચૌધ ફરી વળતી જોવા મળી રહી છે. આજે જાહેર થયેલા એક રિપોર્ટ મુજબ ખબર મળી રહ્યા છે કે દેશભરમાં લગભગ રૂા.૫૪૦ કરોડની સંપતિ જપ્ત કરવામાં આવી છે.

જેમાં ગુજરાતમાંથી લગભગ રૂા.૬ કરોડની સંપતિ જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.દેશભરમાં વિવિધ અમલીકરણ એજન્સીઓ દ્વારા ૨૫માર્ચ, ૨૦૧૯ સુધીમાં વિવિધ સ્વરૂપે લગભગ રૂા.૫૪૦ કરોડની સંપતિ જપ્ત કરવામાં આવી છે. જયારે ગુજરાતમાં આશરે રૂા. ૬ કરોડની સંપતિ જપ્ત કરવામાં આવી છે. સૌથી વધુ સંપતિ તામિલનાડુ (૧૦૭.૨૪ કરોડ), ઉતર પ્રદેશ (૧૦૪.૫૩ કરોડ)માંથી જપ્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં જપ્ત થયેલી ૬ કરોડની સંપતિમાં ઉલ્લેખનીય છે કે ૧.૭૪ લાખ લિટર દારૂની જપ્તી મુખ્ય છે. જેની કિંમત ૪.૭૭ કરોડ જેટલી છે. દારૂબંધી ધરાવતા રાજયમાં નશાખોરીની બેહાલી શી છે એ આ આંકડા પ્રતિબિંત કરી રહ્યા છે.

(11:50 am IST)