Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

કેવી હોય છે સિંહ રાશિની વ્યકિતઓ?

જયોતિષ શિક્ષણ, સંશોધન વર્ગમાં થયું વિશિષ્ટ અધ્યન

મુંબઇ, તા.૨૭: એસ્ટ્રોલોજિકલ એજયુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ગઇ કાલે જયોતિષ શિક્ષણ, સંશોધન વર્ગમાં સંસ્થાના વડા આશિષ રાવલ દ્વારા સિંહ રાશિ વિશે એક વિશિષ્ઠ અધ્યન કરાવાયું હતું. આ રાશીના અક્ષર (મ,ટ), ભરચક્રમાં પાંચમી રાશિ, અગ્નિતત્વ, ત્રિકોણ રાશિ, સ્વામી સૂર્ય, એકી અને પુરૂ રાશિ, નિવાસસ્થાન અરણ્ય, રંગ ધૂત, પિત-પ્રકૃતિ ક્રૂર રાશિ જેની દક્ષિણ દિશા છે જેનું મૂળભૂત કારકત્વ સતા, સ્વાભિમાન, સત્યવચન, સાત્વિક, સતત મહત્વા કાંક્ષી, સ્પષ્ટ વકતા, સ્ટેજ પર બેસનાર કે પ્રથમ હરોળમાં બેસનાર, ઉદાર, લોકપ્રિયતા, હાજર જવાબી, આત્મવિશ્વાસુ, શીઘ્ર નિર્ણય લેનાર, હાર-જીતની ચિંતા કરતા નથી. તેમને જમીનથી લાભ સાચા અર્થમાં રક્ષક તેઓ કદાપિ ભક્ષક ન બને. સ્વાસ્થ્યની કાળજી સહજ રીતે રાખે, વડીલોને માન આપનાર, અનેકવિધ મિત્રો મહાનુભાવો સાથે સંકળાયેલ, સારામાં સારા રાજનીતિજ્ઞ, શિક્ષણશાસ્ત્રી, માનસશાસ્ત્રીનું કામ કરે છે. આવા જાતકો શ્રધ્ધામાં નહીં, પરંતુ કર્મમાં માનનારા ઊડાઊ સ્વભાવ, બીપી કે અટેક આવવાની શકયતા છે. સિંહની ગર્જના જેવો સ્વભાવ, કોઇ પણ કાર્ય ચેલેન્જિંગ જ સ્વીકારે, સામાન્ય રીતે આવા જાતકો નોકરી કરતા નથી અને કરે તો ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન હોય છે. તેઓ સ્વતંત્ર ધંધો વધારે પસંદ કરે, સમયાંતરે ધંંધો બદલ્યા કરે કોઇ પણ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં મળતી જીતને પરિણામે. અન્યને મદદ કરવી તેનો બચપણથી સ્વભાવ રહે. ભણતર કરતાં ગણતર વધારે, સારા-સારા કોન્ટેક, કોઇ પણ કાર્ય કરવામાં નૈતિક હિંમત, અગ્રેસર, લગ્નજીવન કંઇક અંશે સારૃં નહીં.

(11:46 am IST)