Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

મીડનાઇટ ડ્રામા

ગોવા : MGPમાં ગાબડુ: 2 MLA ભાજપમાં જોડાયા

૩૬ સભ્યોના ગૃહમાં ભાજપનું સંખ્યાબળ ૧૪નું થયું

પણજી તા. ૨૭ : ગોવામાં અડધી રાત્રે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP) તૂટી ગઇ. તેના બે ધારાસભ્યો મનોહર અજગાંવકર અને દીપક પવાસ્કરે ગોવા વિધાનસભાના સ્પીકરને પત્ર સોંપીને કહ્યું છે કે તેમણે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના ભાજપમાં મર્જરનો નિર્ણય કર્યો છે. MGPના કુલ ત્રણ ધારાસભ્ય છે અને અમે બે તૃત્યાંશ સભ્ય છે. ૩૬ સભ્યોવાળા ગૃહમાં ભાજપના હવે ૧૪ ધારાસભ્ય છે.

મનોહર અજગાંવકર અને દીપક પવાસ્કરે મંગળવાર મોડી રાત્રે ૧.૪૫ પર સ્પીકર માઇકલ લોબોના મર્જરનું પત્ર સોંપ્યું. જો કે પાર્ટીના ત્રીજા ધારાસભ્ય સુદિન ધવાલિકરે તેના પર હસ્તાક્ષર કર્યા નથી. ધવાલિકર ભાજપના નેતૃત્વવાળી ગોવા સરકારમાં ઉપમુખ્યમંત્રી છે.

એન્ટી પાર્ટી લોની અંતર્ગત ઓછામાં ઓછા બે તૃત્યાંશ ધારાસભ્ય જો એક સાથે પાર્ટી છોડે છે ત્યારે એક પૃથક દળના રૂપમાં માન્યતા મળી શકે છે અને પાર્ટી છોડનારા ધારાસભ્યોની વિધાનસભાની સભ્યતા પણ યથાવત રહી શકે છે.

પવાસ્કરે દાવો કર્યો છે કે તેમણે પ્રમોદ સાવંત સરકારમાં મંત્રી પદ અપાશે. મુખ્યમંત્રી કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બુધવારના રોજ ધવાલિકરને કબિનેટમાંથી બહાર કરી શકે છે.

અડધી રાત્રે આ ઘટનાક્રમથી ૩૬ સભ્યવાળા ગૃહમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ૧૨દ્મક વધી ૧૪ થઇ ગઇ છે. હવે ભાજપના ધારાસભ્યોની સંખ્યા કોંગ્રેસના બરાબર થઇ ગઇ છે. MGP ૨૦૧૨થી જ ભાજપની સહયોગી પાર્ટી રહી છે.

(10:31 am IST)